મોરબીના ધારાસભ્યને આગેવાનોનો સવાલ, 2 વર્ષથી ધક્કા ખવડાવો છો પછી...

PC: zeenews.india.com

લોકસભા 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મે 2024ના દિવસે થવાનું છે અને પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. મોરબીમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાજપના કચ્છના ઉમેદવાર અને ધારાસભ્ય એક ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે આગેવાનોએ ધારાસભ્યો પર સવાલોની ઝડી વરસાવી હતી અને કહ્યુ હતું કે છેલ્લાં 2 વર્ષથી ધક્કા ખવડાવો છો.

મોરબીમાં સતવારા સમાજ દ્રારા શક્તિધામ ખાતે 3 દિવસના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બુધવારે રાત્રે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા હાજર રહ્યા હતા. બંને નેતાઓ આમ તો પ્રચાર માટે ગયા હતા, પરંતુ સતવારા સમાજના આગેવાનોએ ધારાસભ્યને આડે હાથે લીધા હતા.

મંચ પરથી જ સમાજના આગેવાનોએ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને સવાલ કર્યા હતા કે, આજની તારીખે હજુ ટપાલ આવતી નથી, વીજળીના કનેક્શન મળતા નથી, ભૂગર્ભ ગટરના કામ હજુ પુરા થયા નથી. છેલ્લાં 2 વર્ષથી ધક્કા ખવડાવો છો.

ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જવાબ આપતા કહ્યું હતું કે, બધા કામ ચાલુ છે, જલ્દીથી પુરા થઇ જશે. ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, પાણીની લાઇનનું કામ ચાલું છે. ટ્રસ્ટને આપેલું સ્મશાનનું કામ પણ પુરુ થયું છે. ધારાસભ્યએ કહ્યું કે, અત્યારે ચૂંટણી પ્રચારમાં આચાર સંહિતાના ભાગરૂપે વીડિયો ઉતરતો હોય છે એટલે બોલવામાં મર્યાદા રાખવી પડે, બીજું કે આ ધાર્મિક કાર્યક્રમ છે એટલે આપણે અત્યારે કોઇ ચર્ચા કરવી નથી, હું રાત્રે પાછો આવીશ આપણે બેસીને શાંતિથી વાત કરીશું.

કાંતિ અમૃતિયાએ કહ્યું કે, મને ધારાસભ્ય થયાને હજુ એક જ વર્ષ થયું છે ત્યારે આગેવાનોએ કહ્યું કે, તમે 30 વર્ષથી મોરબીના આગેવાન છો. આ આખી વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp