કંગના જે મંડી બેઠક પરથી ચૂંટણી લડે છે તેના પર 13 રાજવીઓનું વર્ચસ્વ હતું
ભારતીય જનતા પાર્ટીએ હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપી છે અને કોંગ્રેસે વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતારેલા છે. 1 જૂને આ બેઠક પર મતદાન થવાનું છે. આ બેઠક પર રાજપૂત અને બ્રાહ્મણ નેતાઓનો દબદબો રહ્યો છે અને કંગના પોતે રાજપૂત છે.
કંગના જે બેઠક પરથી લડી રહી છે તેની પર 13 વખત પૂર્વ રાજવીઓનું વર્ચસ્વ હતું. મંડી લોકસભા બેઠક પર એક ગોપીરામ SCને બાદ કરતા દરેક વખતે રાજપૂત અથવા બ્રાહ્મણ ઉમેદવાર સાંસદ બન્યા છે. કંગના માટે આ સલામત સીટ માનવામાં આવે છેસ કારણ કે મંડી લોકસભામાં કુલ 10 વિધાનસભા આવે છે અને તેમાંથી 9 વિધાનસભા ભાજપ જીતેલું છે. કંગનાની સામે ઉભેલા વિક્રમાદિત્ય હિમાચલ સરકારમાં મંત્રી છે અને 6 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા વિરભદ્ર સિંહના પુત્ર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp