ભાજપ જે 3 રાજ્યોમાં જીત મેળવી તેમાં ‘મોદી ગેરંટી’ કામ કરી ગઈ

ભાજપે 3 રાજ્યોની વિધાનસભા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવી છે તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો અને ‘મોદી ગેરંટી’ કામ કરી ગઇ હોવાનું જાણકારોનું કહેવું છે.

મધ્ય પ્રદેશમાં ભાજપે જે ગેરંટી આપી હતી તેમાં 450 રૂપિયામાં ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર, ગરીબ પરિવારોની દિકરીઓને 12મા ધોરણ સુધી મફત શિક્ષણ અને દર મહિને 1200 રૂપિયા, યુનિફોર્મ, પુસ્તકો ખરીદવા વગેરે માટે અપાશે. જે ખેડુતો કિસાન સન્માન યોજના હેઠળ આવતા હોય તેમને દર વર્ષે 12,000 રૂપિયા અને લાડલી બહેના યોજના હેઠળ દર મહિને 1250 રૂપિયા આપવામાં આવશે. દર મહિને 100 યૂનિટ વીજળી 100 રૂપિયા આપવામાં આવશે.

રાજસ્થાનમાં ભાજપે ગેરંટી આપી છે કે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 5 વર્ષમાં અઢી લાખ યુવાનોને નોકરી, ખેડુતોને દર વર્ષે 12,000, 12મા ધોરણની પરીક્ષા પાસ કરનાર તેજસ્વી છોકરીઓને મફતમાં સ્કુટી, ગરીબ પરિવારની દિકરીઓને કેજીથી પીજીનું શિક્ષણ મફત શિક્ષણ

છત્તીસગઢમાં મહતારી વંદન સ્કીમ શરૂ કરવાનું વચન જેમાં પરિણીત મહિલાઓને દર વર્ષે 12,000 રૂપિયા, દિનદયાળ ઉપાધ્યાય કૃષિ મજૂર યોજના હેઠળ ખેડુતોને દર વર્ષે 10,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર.

સવાલ એ છે કે જ્યાં ભાજપની સરકાર છે ત્યાં આવી ગેરંટી આપવામાં આવશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp