ઓડિશાને ભાજપના નવા મુખ્યમંત્રી મળી ગયા, બે ડેપ્યુટી CM પણ પસંદ કરાયા

PC: indiatvnews.com

ઓડિશાના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેની પર ભાજપે મંજૂરીની મ્હોર મારી દીધી છે.મોહન માઝીને રાજ્યના આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ સિવાય બે ડેપ્યુટી CM પણ બનાવવામાં આવ્યા છે. છ વખત ધારાસભ્ય કે.વી.સિંહ દેવ અને પ્રથમ વખત ધારાસભ્ય પ્રવતી પરિદાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. મોહન માંઝી ઓડિશાના 15માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

મુખ્ય પ્રધાનની પસંદગી માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવને નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. CMની પસંદગી માટે બંને કેન્દ્રીય મંત્રી ઓડિશા પહોંચ્યા હતા. અહીં ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી, જ્યાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે મોહન માઝીના નામને મંજૂરી આપવામાં આવી છે.

મોહન માઝીએ તેમની રાજકીય કારકિર્દી સરપંચ તરીકે 1997થી શરૂ કરી હતી. તેઓ પ્રથમ વખત 2000 માં કેઓંઝર ક્યોનથી રાજ્ય વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ચાર વખત ધારાસભ્ય છે અને સતત કેઓંઝર ક્યૂન બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ રાજ્યમાં ભાજપના આદિવાસી નેતા છે, જે હવે 12 જૂન, બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ વર્ષે તેમણે BJD ના ઉમેદવાર સામે 11,577 મતોના માર્જિનથી કેઓંઝર બેઠક જીતી હતી.

ઓડિશાના આગામી ડેપ્યુટી CM કે.વી.સિંહ દેવ રાજવી પરિવારના છે. તેઓ પટનાગઢથી આવે છે અને છઠ્ઠી વખત તેમની સીટ જીતી છે. તેઓ અગાઉ ભાજપ-બીજેડી ગઠબંધન સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. જ્યારે નિમપાડામાંથી પ્રવતિ પરિદા પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ ઓડિશામાં ભાજપની મહિલા પાંખના અધ્યક્ષ રહી ચુક્યા છે.

ઓડિશામાં ભાજપે 147 વિધાનસભા બેઠકોમાંથી 78 બેઠકો જીતી છે અને પોતાના દમ પર બહુમતી હાંસલ કરી છે. અગાઉ એવી અટકળો હતી કે ભાજપ ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓ પાર્ટીના ઓડિશાના સાંસદ છે, તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે. જો કે તેમને કેન્દ્રમાં શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ પછી, દરેકની નજર ઓડિશા પર ટકેલી હતી અને આગામી મુખ્ય પ્રધાનની પસંદગી થવાની રાહ જોવાઈ રહી હતી. આ દરમિયાન બ્રજરાજનગર વિસ્તારના ધારાસભ્ય સુરેશ પૂજારીનું નામ પણ સામે આવ્યું હતું, જેઓ પણ દિલ્હી આવ્યા હતા. જો કે હવે મુખ્યમંત્રીની પસંદગી થઈ જતાં તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp