પરિણામો જાહેર થઇ ગયા, હવે કેન્દ્રમાં કોની સરકાર બનશે?

લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો જાહેર થયા તેણે બધાને ચોંકાવી દીધા. મતદારોએ કોઇ પણ પાર્ટીને બહુમતી આપી નહી.વર્ષ 2019ની સરખામણી ભાજપને 63 ટકા બેઠકો ઓછી મળી 2019માં ભાજપને 303 બેઠકો મળી જે આ વખતે માત્ર 240 જ મળી. તેની સામે 2019માં કોંગ્રેસની 52 સીટ હતી જે આ વખતે 99 થઇ ગઇ. ભાજપને પોતાની સહયોગી પાર્ટી સાથે બહુમતી મળી ખરી.

રાષ્ટ્રપતિ જે સૌથી મોટી પાર્ટી હોય તેને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે એવો નિયમ છે. એ દ્રષ્ટિએ ભાજપ સૌથી મોટી પાર્ટી છે એટલે સરકાર બનાવવાનું આમંત્રણ મળશે. ભાજપે સહયોગી પાર્ટીએ TDP, JDU વગેરના સમર્થન પત્ર આપવા પડશે. જો કોઇ વિરોધ ન થશે તો NDAની સરકાર બની જશે, પરંતુ ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશ કુમાર કિંગ મેકરની ભૂમિકા ભજવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp