રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નિવેદનથી રાજકારણમાં હોબાળો
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના એક નિવેદનથી રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ઉદયપુરમાં સુંદરસિંહ ભંડારી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત એક કાર્યક્રમમા પહોંચેલા રાજેએ કહ્યું કે, સુંદરસિંહ ભંડારીએ ભૈરોસિંહ શેખાવત સહિત અનેક લોકોને આગળ વધાર્યા હતા. એ વફાદારીનો અલગ જમાનો હતો.
સુંદરસિંહ ભંડારીએ લોકોને પોતે પસંદ કરી કરીને ભાજપમાં લાવ્યા અને એક છોડને વટવૃક્ષ બનાવ્યું. ભાજપ સંગઠનને મજબુત કરવામાં તેમનું મોટું યોગદાન રહ્યું હતું. વસુંધરાએ આગળ કહ્યું કે, આજે એવી સ્થિતિ છે કે જે લોકો આંગળી પકડીને ચાલવાનું શીખ્યા તે જ લોકો હવે આંગળી કાપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજકારણના જાણકારોનું માનવું છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં રાજે અને ભાજપ નેતાઓ વચ્ચેની ખેંચતાણની જે ગાંઠ હતી તે હવે ખુલવા માંડી છે અને નિવેદન રૂપે બહાર આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp