તેલંગાણાના ભાજપના એ નેતા જેમણે હાલના અને ભાવિ મુખ્યમંત્રીને એક સાથે હરાવ્યા
દેશના 5 રાજ્યાની વિધાનસભાની ચૂંટણીમાંથી 4 રાજ્યોની ચૂંટણીના પરિણામો રવિવારે આવી ગયા છે અને કોંગ્રેસે માત્ર તેલંગાણામાં જીત મેળવી છે એ સિવાય મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ હારી ગઇ છે. ભલે કોંગ્રેસ તેલંગાણમાં સરકાર બનાવશે, પરંતુ ભાજપના એક ઉમેદવારે વર્તમાન મુખ્યમંત્રી અને ભાવિ મુખ્યમંત્રીને હરાવીને જીત હાંસલ કરી છે જે એક મોટી વાત છે.
તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જંગી જીત મેળવી છે. KCRની પાર્ટી BRS રાજ્યમાં જીતની હેટ્રિકથી ચૂકી ગઈ. તેલંગાણામાં પણ ભાજપે 8 સીટો જીતી છે. આમાં સૌથી હોટેસ્ટ સીટ કામરેડ્ડીનો પણ સમાવેશ થાય છે. કે ચંદ્રશેખર રાવ (KCR) અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડી આ બેઠક પરથી મેદાનમાં હતા.
જો કે આ બંને નેતાઓ વચ્ચેના ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર કતિપલ્લી વેંકટ રમણ રેડ્ડીની જીત થઈ હતી. 53 વર્ષના કટિપલ્લીએ રાજ્યના બંને મોટા નેતાઓને
કોંગ્રેસની જીતનો શ્રેય પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીને મળી રહ્યો છે. સંભવિત મુખ્યમંત્રીની રેસમાં તેઓ સૌથી આગળ માનવામાં આવે છે. આ વખતે રેવંતે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. તેમણે કામારેડ્ડી અને કોડંગલ બેઠકો પરથી ચૂંટણી લડી હતી. તો બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી KCR પણ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે ગજવેલ અને કામારેડ્ડી પરથી પોતાની ઉમેદવારી કરી હતી. કામારેડ્ડીની બેઠક પર રેવંત રેડ્ડી અને KCR બંનેની હાર થઇ હતી અને તેમની સામે કતિપલ્લી વેંકટ રમણ જે ભાજપના ઉમેદવાર હતા તે ચૂંટણી જીતી ગયા હતા. મતલબ કે ભાજપના આ ઉમેદવારે હાલના અને ભાવિ બંને મુખ્યમંત્રીને હરાવી દીધા હતા. જો કે રેવંત રેડ્ડી કોડંગલથી ચૂંટણી જીતી ગયા હતા અને KCR ગજવેલથી ચૂંટણી જીત્યા હતા. KCR હમણા પણ ગજવેલથી જ ધારાસભ્ય હતા.
કામરેડ્ડીથી કટ્ટીપલ્લી વેંકટ રમણ રેડ્ડી બંને હેવીવેઈટ ઉમેદવારોને હરાવવામાં સફળ રહ્યા હતા. KCR બીજા ક્રમે જ્યારે રેવંત રેડ્ડી ત્રીજા ક્રમે રહ્યા હતા.
ભાજપના તમામ નેતાઓ કટિપલ્લીની જીતને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને કટિપલ્લીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે X પ્લેટફોર્મ પર લખ્યું કે,આ મહાપુરુષને અવગણશો નહીં.ભાજપના કટ્ટીપલ્લી વેંકટે કામરેડ્ડી વિધાનસભા બેઠક પરથી વર્તમાન તેલંગાણાના CM KCR અને કોંગ્રેસના CM ઉમેદવાર રેવંત રેડ્ડીને હરાવ્યા હતા. આ એક મોટી જીત છે જેની ચર્ચા કરવામાં નથી આવી રહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp