દુનિયાના 22 દેશો એવા છે જ્યાં મત નહીં આપો તો સજા, ભારતમાં બિલ આવેલું

બોલિવુડ અભિનેતા અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે જે મત નહીં આપે તેનો ટેક્સ વધારી દેવો જોઇએ અથવા કોઇકને કોઇક સજા થવી જોઇએ. એ પછી બીજા દેશોમાં મતદાન વિશેની શું સ્થિતિ છે તેની ચર્ચા શરૂ થઇ છે.

દુનિયાના 22 દેશો એવા છે જે મતદાન કરવું ફરજિયાત છે. મતદાન નહીં કરનારને સજા કરવામાં આવે છે. આ દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, બોલિવીયા, બ્રાઝીલ, કોંગો, કોસ્ટારિકા, ડોમિનિકન રિપબ્લીક, ઇક્વાડોર, ઇજિપ્ત, યૂનાન,હોંડુરાસ, લેબનોન,લક્ષમબર્ગ, મેક્સિકો, નાઉરુ, પનામા, પરાગુઆ, પેરુ, સિંગાપોર, થાઇલેન્ડ, ઉરુગ્વે.

ભારતમાં 2019માં અનિવાર્ય મતદાન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને 3 વર્ષ સુધી આ બિલ પર ચર્ચા ચાલી હતી. 2022માં આ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp