રસ્તા પર એટલા કુતરા-બિલાડા નથી, જેટલા ED- IT અધિકારીઓ છે: CM ભૂપેશ બઘેલ

PC: timesnownews.com

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક દિવસ પહેલા ED અને ITના અધિકારીઓએ માટે જે નિવેદન આપ્યું હતું એ જ નિવેદન હવે છત્તીસગઢના કોંગ્રેસના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દોહરાવ્યું છે.

રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી ચાલુ જ છે. રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડેલા છે. જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવને EDએ સમન્સ પાઠવ્યું છે.

વૈભવ ગેહલોતને ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના એક કેસમાં EDએ પુછપરછ માટે બોલાવ્યા હતા.EDની આ કાર્યવાહી સામે રાજસ્થાન અને છત્તીસગઢ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ તીખા પ્રતિક્રિયા આપી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે રસ્તા પર ED-ITના જેટલા અધિકારીઓ ફરી રહ્યા છે એટલો તો રસ્તા પર કુતરાં- બિલાડાં પણ નથી. એક દિવસ પહેલા રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ આવું જ નિવેદન આપ્યું હતું.

ભૂપેશ બઘેલે મુંગેલીમાં નામાંકન રેલીમાં કહ્યું કે તપાસ એજન્સીઓ છત્તીસગઢમાં દરોડા પાડીને થાકી ગઈ છે. કોરબા, બિલાસપુર, ભિલાઈ, દુર્ગ અને રાયપુરમાં એક પણ શેરી કે વિસ્તાર બાકી નથી જ્યાં આ લોકોએ દરોડા પાડ્યા ન હોય. પરંતુ ન તો નેતાઓ, ન ઉદ્યોગપતિઓ, ન કોંગ્રેસના કાર્યકરો, કોઈ ઝૂક્યું નહીં. કૂતરાં અને બિલાડાં કરતાં વધુ ED અને ઇન્કમટેક્સ અધિકારીઓ રસ્તા પર ફરે છે.

ચૂંટણી પહેલા EDએ રાજસ્થાનમાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. કોંગ્રેસના વિધાનસભા ઉમેદવાર ઓમપ્રકાશ હુડલા, તેમના સહયોગી રાજેન્દ્ર ગુપ્તા, સુભાષ બાલાહેડી અને બિઝનેસ સહયોગી નિધિ શર્માના ઘરે ED પહોંચેલી છે.

બીજી તરફ, રાજસ્થાનમાં પેપર લીક કેસને લઈને, EDની ટીમે સીકરમાં ગોવિંદ સિંહ ડોટાસરાના સરકારી આવાસ અને ખાનગી નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા EDની કાર્યવાહી બાદ ડોટાસરાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, સત્યમેવ જયતે.

EDના અધિકારીઓ ડોટાસરાના જયપુરમાં આવેલા નિવાસ સ્થાને કાર્યવાહી કરીને શુક્રવારે બપોરે રવાના થઇ હતી.

દિલ્હી અને જયપુરની ED અધિકારીઓની ટીમે CRPFના જવાનો સાથે ગોવિંદ સિંહ ડોટસરાના ઘરે પહોંચી હતી અને ગુરુવારે સવારે 9 વાગ્યાથી દરોડાની કામગીરી ચાલું કરવામાં આવી હતી. EDના અધિકારીઓએ ગોવિંદ સિંહની પુછપરછ કરી હતી, તેમના નજીકના સહયોગીઓના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના સીકર અને અનેક જગ્યા પર કોચિંગ સેન્ટરો પર આ પહેલા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં EDએ દરોડા પાડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp