ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પોસ્ટ આ 4 નામોની ચર્ચા છે
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો કાર્યકાળ જૂનમાં પુરો થઇ રહ્યો છે અને તેઓ PM મોદીના નવા મંત્રી મંડળમાં સામેલ થઇ ગયા છે ત્યારે તેમના ખાલી પડનારા પદ પર 4 નામો રેસમાં હોવાનું જાણવા મળ્યું છે. એક વિનોદ તાવડે, જેઓ ભાજપ સંગઠનમાં મહાસચિવ છે અને સૌથી વધારે પ્રભાવશાળી નેતા છે. તેઓ મરાઠી છે એ રીતે જોઇએ તો આ વર્ષમા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો તેમને ચાન્સ મળી શકે છે. બીજા નંબરે ભાજપ ઓબીસી મોર્ચાના પ્રમુખ કે, લક્ષ્મણનું છે, તેઓ તેલંગાણાથી આવે છે. ત્રીજું નામ સુનીલ બંસલનું છે, તેએ મહાસચિવ છે અને તેમને પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઓડિસાના ઇન્ચાર્જ છે. ચોથું નામ ઓમ માથુર નું છે. માથુર રાજસ્થાનથી ભાજપના રાજ્યસભા સાંસદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp