પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ 4 ખાસ વિશ્વાસુ અધિકારીઓ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત સત્તા સંભાળી લીધી છે અને તેમના બે વિશ્વાસુ અધિકારીઓને ફરી રિપીટ કરાયા છે જ્યારે અન્ય 2 અધિકારીઓને PMOમાં સામેલ કરાયા છે. આ 4 અધિકારીઓ મોદીના રાઇટ હેન્ડ તરીકે ગણવામાં આવે છે. અજીત ડોભાલ અને પી કે મિશ્રાને રિપીટ કરાયા છે જ્યારે અમિત ખરે અને તરૂણ કપુરને PMOમાં સામેલ કરાયા છે.
અજીત ડોભાલને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે ફરી નિમણુંક કરવામાં આવી છે અને પી કે મિશ્રાની PMOમાં પ્રમુખ સચિવ તરીકે પસંદગી થઇ છે.
અજીત ડોભાલ 2014 અને 2019માં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર હતા જ્યારે પી કે મિશ્રા 2019માં પ્રમુખ સચિવ હતા.
ડોભાલ 1968ની બેચના IPS અધિકારી છે જ્યારે પી કે મિશ્રા ગુજરાતના 1972ની કેડરના IAS છે. અમિત ખરે 1985ની બેચના અને તરૂણ કપુર 1987ની બેચના IAS છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp