INDIA ગઠબંધનનું વિમાન ટેકઓફ થતા પહેલાં કેમ ક્રેશ થઇ ગયું?, જાણો, 5 કારણો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2024માં સત્તાથી દુર રાખવા માટે 28 વિપક્ષોએ ભેગા થઇને બનાવેલા INDIA ગઠબંધનનું વિમાન ટેકઓફ થતા પહેલાં જ ક્રેશ થઇ ગયું છે. રાજકારણના જાણકારાનું કહેવું છે કે આ 5 કારણોને લીધે INDIA ગઠબંધન વેન્ટીલેટર પર આવી ગયું છે.

સૌથી પહેલું કારણ એ માનવામાં આવે છે કે કોંગ્રેસ દેશની મોટી પાર્ટી હોવાને કારણે નાના પક્ષો પર ધ્યાન આપતી નથી. અન્ય પક્ષો સીટ શેરીંગ માટે ઘણા સમયથી પ્રેસર બનાવી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસે આ વાતને નજર અંદાજ કરી.

બીજું કારણ એ છે કે પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા એન્ટ્રી કરે તે પહેલાં મમતા બેનર્જિએ નિવેદન આપ્યું કે તેમની પાર્ટી TMC બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડશે.ત્રીજું કારણ એ છે કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર INDIA ગઠબંધનને ઉભું કરવા માટે ખાસ્સી મહેનત કરી હતી.પરંતુ INDIA ગઠબંધનમાં તેમને મહત્ત્વનું સ્થાન ન મળ્યું અને નીતિશે NDA સાથે ગઠબંધન કરી લીધું.

ચોથું કારણ એ છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પણ કહી દીધું છે કે તેમની પાર્ટી પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે. પાંચમું કારણ એ છે કે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કોઇ પણ જાતની ચર્ચા વગર ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને 11 સીટ આપવાની જાહેરાત કરી દીધી. કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં 22થી 25 બેઠકો જોઇતી હતી.

રાહુલ ગાંધીની યાત્રા જે રાજ્યોમાં પહોંચવાની હોય તે પહેલાં જ એ રાજ્યોમાં ભાજપે તોડફોડ શરૂ કરી દીધી છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp