આ નેતાઓ ભાજપમાં આવ્યા અને તેમના આરોપો ધોવાઇ ગયા?

PC: business-standard.com

વિપક્ષો હમેંશા એવો આરોપ લગાવતા રહે છે કે, બીજી પાર્ટીના નેતાઓ BJPના વોશિંગ મશીનમાં ધોવાઇને ચોખ્ખા થઇ જાય છે. જે નેતાઓ પર આરોપ લાગ્યા હોય તે જો ભાજપમાં જોડાઇ તો તેમના આરોપોને ક્લીનચીટ મળી જાય છે.

મહારાષ્ટ્રમાં આદર્શ હાઉસીંગ કૌભાંડનો જેમની પર આરોપ છે તેવા અશોક ચવ્હાણ તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા, તેમને રાજ્યસભા સાંસદ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા. તેમની સામે હજુ તપાસ ચાલું છે.

શરદ પવારના ભત્રીજા અજિત પવારે NCP સાથે છેડો ફાડીને મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે સરકાર સાથે હાથ મેળવ્યા, તેમની પર સિંચાઇ કૌભાંડનો આરોપ છે EDની તપાસ હજુ બાકી છે. નારાયણ રાણે શિવસેનામાં હતા અને તેઓ ભાજપમાં જોડાયા તે પહેલા મની લોન્ડરિંગ રેકેટમાં નામ સામેલ હતું, પરંતુ હવે તપાસ બંધ કરી દેવામાં આવી છે.

હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપ જોઇન કર્યું તે પહેલાં રાજદ્રોહ સહિત 30 કેસ હતા, મોટાભાગના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે, રાજદ્રોહનો કેસ બાકી છે. આવા તો 16 નેતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp