PM મોદીની નવી ટીમમાં ગુજરાતના 3 મંત્રીઓ કપાઇ શકે છે

PC: indiatoday.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી કુલ 7 મંત્રીઓ હતા, પરંતુ આ વખતે 4 અથવા 5 મંત્રીઓ જ હોય શકે છે. એક એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે અમિત શાહને કોઇ મંત્રી મંડળ નહીં આપીને સંગઠન ક્ષેત્ર ફરી સક્રીય કરવામાં આવી શકે છે. ભાજપને વધારે પાવરફુલ બનાવવા માટે અમિત શાહને ફરી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. બીજી સંભાવના એ છે કે અમિત સાહને સંરક્ષણ અને સહકાર મંત્રાલય આપવામાં આવી શકે છે. સી આર પાટીલનું પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નામ ચાલી રહ્યું છે. ઉપરાંત પંજાબના તરુણ ચુગનું પણ નામ ચાલે છે.

એસ જયશંકર અને મનસુખ માંડવિયાને મંત્રી પદ મળી શકે છે. રૂપાલ અને દેવું સિંહ ચૌહાણનું પત્તું કપાઇ શકે છે. આદિવાસી ચહેરા તરીકે છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવાને રાજ્ય સરકારનો હવાલો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp