આ વિરોધ પક્ષો પ્રાણ પ્રતિષ્ઠામાં જવાના નથી, પરંતુ એ જ દિવસે ધાર્મિક કામ કરશે

PC: twitter.com

અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે. દેશભરમાં ઉત્સાહ છે અને બીજી તરફ વિરોધ પક્ષોએ કહ્યું છે કે તેઓ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સામેલ થવાના નથી. કેટલાંક વિપક્ષોએ 22 જાન્યુઆરીએ જ ધાર્મિક કાર્યકર્મો પણ આયોજિત કરી દીધા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જિએ 22 જાન્યુઆરીએ રાજ્યમાં સદભાવ રેલીનું આયોજન કર્યું છે જેમાં બધા ધર્મના લોકોને સામેલ કરવામાં આવશે. ભાજપના શુભેન્દુ અધિકારીએ કોલકાત્તા હાઇકોર્ટમાં મમતાની રેલી પર પ્રતિબંધ મુકવા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આ અરજી ફગાવી દીધી છે અને મમતાને સદભાવ રેલી માટે પરવાનગી આપી છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે ભારત જોડા ન્યાય યાત્રા પર છે, પરંતુ તેઓ પણ 22 જાન્યુઆરીએ આસામના કામાખ્યા મંદિરે માથું ટેકવવા જવાના છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે કર્ણાટકના બધા મંદિરમાં પૂજા કરવાની જાહેરાત કરી છે. સોનિયા ગાંધી કર્ણાટક જવાના છે.

આ સિવાય સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ,આરજેડીના લાલુ પ્રસાદ યાદવ, એનસીપીના શરદ પવાર, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના અનેક લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં જવાનો ઇન્કાર કરેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp