દરેક વખતે હારી જાય છતા બધી ચૂંટણીમાં તાલ ઠોકનારા ‘ધરતી પકડ’ નેતાઓ વિશે જાણો

PC: amarujala.com

ભારત ચૂંટણી પ્રધાન દેશ છે અને અહીં છાશવારે ચૂંટણીઓ થતી જ રહે છે. દેશમાં કેટલાંક એવા માણસો જે દરેક વખતે ચૂંટણીમાં હારી જાય, ડિપોઝીટ ગુમાવે છતા ચૂંટણી આવે ત્યારે ઉમેદવારી કરવા તૈયાર જ હોય છે. આવી ‘ધરતી પકડ’ નેતાઓની જીતવાની કોઇ જ આશા નથી હોતી. ધરતી પકડ એટલે જમીન સાથે જોડાયેલા. તમને જાણીને નવાઇ લાગશે કે કેટલાંક વિરલા તો એવા છે જેઓ 300 વખત ચૂંટણી લડ્યા છે અને દરેક વખતે હારી ગયા છે. તમિલનાડુ, મધ્ય પ્રદેશ,રાજસ્થાન, હૈદ્રાબાદના આવા નૂમનાઓ વિશે જાણકારી આપીશું જેઓ અનેક વખત ચૂંટણી હારી ગયા છે.

કાકા જોગીન્દર સિંહ યાદ છે? 300 થી વધુ ચૂંટણી લડ્યા અને હારી ગયા. આમ તો આવા ‘ધરતી પકડ’ નેતાઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. તેમ છતાં, કેટલીક વ્યક્તિત્વો એવી હોય છે જે દરેક ચૂંટણીમાં જીતવા માટે આવે છે, તેમના માટે હારવું પણ એક પ્રકારની કળા બની ગયું છે.

દેશની રાજનીતિમાં 'ધરતીપાકડ'ના નામથી પ્રખ્યાત કાકા જોગીન્દર સિંહે હરિયાણામાં જાણીતું નામ છે. ચૂંટણી દરમિયાન તેમનો પ્રચાર કરવાની રીત પણ અનોખી હતી. કાકા પગપાળા કે સાયકલ પર નીકળતા અને લોકોને કહેતા કે હું ચૂંટણીમાં ઊભો છું, પણ મહેરબાની કરીને મને મત નહીં આપતા.

તમિલનાડુના રહેવાસી કે પદ્મરાજન પોતાને વિશ્વના સૌથી અસફળ ઉમેદવાર ગણાવે છે. તેમનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયેલું છે. 'ઇલેકશન કિંગ' તરીકે ઓળખાતા પદ્મરાજન 237 ચૂંટણી લડ્યા છે. પછી તે કે આર નારાયણન સામે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય કે રાહુલ ગાંધી સામે વાયનાડમાં 2019ની સંસદીય ચૂંટણી હોય. 1988 થી ચૂંટણી લડતા, તેમણે 2011 માં અત્યાર સુધીમાં સૌથી વધુ 6,273 મત મેળવ્યા છે.

રિયલ એસ્ટેટ બિઝનેસમેન પરમાનંદ તોલાની ગયા અઠવાડિયે ઈન્દોર વિધાનસભા મતવિસ્તારમાંથી તેમની 19મી ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ તેમના મૃત્યુ પછી વારસો ચાલુ રાખવા માટે તેમની બે પુત્રીઓમાંથી ઓછામાં ઓછી એકને સોંપવાની યોજના ધરાવે છે.

રાજસ્થાનના શંકરલાલ નરબન છેલ્લા 38 વર્ષમાં વોર્ડ પંચાયત, નગરપાલિકા અને સંસદીય ચૂંટણી સહિત 26 ચૂંટણી લડ્યા છે. 67 વર્ષીય વૃદ્ધે આ વર્ષે તેમના 27મા પ્રયાસમાં પાલી જિલ્લાની સુમેરપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી.

હૈદરાબાદના રવિન્દર ઉપ્પુલા 2004માં કેલિફોર્નિયાથી પરત ફર્યા ત્યારે ભારતીય રાજકારણમાં આવેલા પતનથી નિરાશ થયા હતા. 2014 માં નવા તેલંગાણા રાજ્યની રચના સાથે, તેમને લાગ્યું કે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો આ યોગ્ય સમય છે. તેમનું કહેવું છે કે મેં ભ્રષ્ટાચારનો આશરો લીધો નથી તે સાબિત કરવા માટે હું લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા પણ તૈયાર છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp