ભાજપના આ સાંસદ પ્રોટેમ સ્પીકર બન્યા, જાણો, કોણ પસંદ કરે છે?

ભાજપના સાંસદ ભર્તૃહરિ મેહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. ભાજપના નેતા કિરણ રિજુજુએ આની જાહેરાત કરી છે. મેહતાબ 7 ટર્મથી સાંસદ રહ્યા છે અને તેઓ પહેલાં બીજુ જનતાદળમાં હતા, પંરતુ લોકસભા 2024ની ચૂંટણી ભાજપમાં જોડાયા હતા અને ભાજપની ટિકિટ પર જીત્યા હતા.

પ્રોટેમ શબ્દ એ લેટીન ભાષાના શબ્દ પ્રો ટેમ્પોર પરથી આવ્યો છે. એનો મતલબ થાય છે અસ્થાયી કે હંગામી. સ્પીકરની પંસદગી થાય ત્યા સુધી પ્રોટેમ સ્પીકરની જવાબદારી હોય છે અને લોકસભાના પહેલા દિવસે સાંસદોને શપથ લેવડાવે છે. પ્રોટેમ સ્પીકરની સાથે અન્ય 3 સાંસદોને પણ પસંદ કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવે છે અને પ્રોટેમ સ્પીકર અન્ય 3 સાંસદોને શપથ લેવડાવે છે. એ પછી પહેલી લોકસભામાં બધા સાંસદોને પ્રોટેમ સ્પીકર શપથ લેવડાવે છે.

આ વખતે 24 જૂને પહેલી લોકસભા મળશે અને 26 જૂને સ્પીકરની ચૂંટણી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp