લોકસભાની 400 કરતા વધારે બેઠકો જીતવાનું ભાજપનું છે આ ગણિત

PC: mid-day.com

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપે આ વખતે 400 કરતા વધારે બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે કે અબ કી બાર 400 કે પાર અને ભાજપ એકલા હાથે 370 સીટ બેઠકો જીતશે. હવે PM જ્યારે બોલ્યા હોય તો પુરી તૈયારી હશે ત્યારે જ બોલ્યા હશે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, 1984માં કોંગ્રેસે 414 બેઠકો મેળવી હતી, તે વખતે કુલ સીટ 515 હતી. કુલ મતદારો 38 કરોડ હતા અને 24 કરોડ મતદારોએ મત આપ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને 50 ટકા વોટ શેર એટલે કે 12 કરોડ મત મળ્યા હતા.

ભાજપનો વોટ શેર વર્ષ 2009થી સતત વધી રહ્યો છે. 2009માં 18.8 ટકા હતો, જે 2014માં 31.34 ટકા અને 2019માં 27.7 ટકા વોટ શેર હતો. હવે ભાજપે 50 ટકા વોટ શેર મેળવવો હોય તો 13 ટકા વોટને સ્વીંગ કરવા પડે. આના માટે ભાજપે 70 એવી બેઠકો શોધી છે જેમાં ભાજપના ઉમેદવાર બીજા નંબરે રહ્યા હતા અને તેમાંથી 40 બેઠકો એવી હતી જેમાં મતનો ફરક માત્ર 3થી 4 ટકા જેટલો જ હતો. ભાજપ આ મતો સ્વીંગ કરી શકે તો 350 બેઠકો જીતે અને NDA ગઠબંધન 2019ની 49 બેઠકો જાળવી રાખે તો 400 બેઠકો પર પહોંચી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp