આ રીતે કરવામાં આવે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને કેબિનેટ મંત્રી બનાવી દેતા હવે આ પદ પર અન્ય નેતાની પસંદગી કરવામાં આવશે. આ પદ માટે ઘણા નામો રેસમાં છે. અમે તમને એ વાત જણાવીશું કે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કેવી રીતે થાય છે?
ભાજપની સંસદીય દળની બેઠક મળે અને આ બેઠકમાં સર્વાનુમતે જે નામ મંજૂર થાય તેને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે છે. અત્યારે જે પી નડ્ડા જ પ્રમુખ છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13થી 15 જૂન ઇટાલી જવાના છે, તેમના પરત ફર્યા બાદ આ મહિનાના અંતમાં સંસદીય દળની બેઠક મળશે.
ભાજપના અધ્યક્ષનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે અને સતત બે વખત રાષ્ટ્રીય અધ્યક્ષ રહી શકાય છે.રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે ઓછામાં ઓછા 15 વર્ષથી ભાજપના પ્રાથમિક સભ્ય હોવા જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp