હાર બાદ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતા બની શકે છે આ વ્યક્તિ
વિધાનસભામાં સતત ત્રીજા પરાજય પછી પણ હરિયાણા કોંગ્રેસ સંગઠન મજબૂત કરવાના બદલે નવા વિવાદમાં ફસાય રહી છે. કોંગ્રેસ હવે નવા અધ્યક્ષ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતાની શોધ કરી રહીં છે. હરિયાણા કોંગ્રેસના વર્તમાન અધ્યક્ષ ઉદયભાન ખુદ ચુંટણી હારી ગયા છે. અને પૂર્વ અધ્યક્ષ અશોક તંવર અને કુમારી સેલજાની જેમ જ ઉદયભાન પણ હરિયાણામાં કોંગ્રેસનું સંગઠન ઉભું કરવામાં નિષ્ફળ રહ્યા છે.
જો કે ચૂંટણી હાર્યા બાદ ઉદયભાન પર પણ રાજીનામું આપવાનું દબાણ વધ્યું છે. વિધાન સભામાં કોંગ્રેસની હારની સમીક્ષા માટે કોંગ્રેસ હાઈકમાને બોલાવેલી બેઠકમાં ઉદયભાન અને પૂર્વ CM ભૂપેન્દ્રસિંહ હુડ્ડા હાજર રહ્યા ન હતા. કહેવાય છે કે હાઈકમાન પ્રદેશ અધ્યક્ષ બદલાવાનું અને વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા સિવાયના અન્ય વ્યક્તિને બનાવવાનું મન બનાવી ચુક્યું છે.
આ નામો પર થઇ રહી છે ચર્ચા
સુત્રોના જણાવ્યા અનુસાર હાઇકમાન કુમારી સેલજાને પ્રદેશ અધ્યક્ષ બનાવી ફ્રી હેન્ડ આપવાના પક્ષમાં છે. જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલ ચૌધરીના દિકરા ચંદ્રમોહનના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ચંદ્રમોહન હરિયાણાના ઉપમુખ્યમંત્રી પણ રહીં ચુક્યા છે. કોંગ્રેસ હાઈકમાન દલિતને પ્રદેશ અધ્યક્ષ અને ગેર જાટને નેતા પ્રતિપક્ષ બનાવી વિધાનસભા ચુંટણીમાં થયેલ ડેમેજ ને કંટ્રોલ કરવા ઈચ્છે છે.
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા જૂથ સક્રિય
જો કે બીજી બાજુ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનું જૂથ સક્રિય થઇ ગયું છે. હુડ્ડા સીધા તો સક્રિય નથી પણ તેના જૂથના નેતાઓ એ પ્રદેશ અધ્યક્ષના પદ માટે પૂર્વમંત્રી અને ધારાસભ્ય ગીતા ભુક્કલ અને કલાનૌરથી ધારસભ્ય શંકુતલા ખટકનું નામ આગળ કર્યું છે. બંને દલિત છે અને વરિષ્ઠ ધારાસભ્ય પણ છે. વિરોધ પક્ષના નેતા તરીકે હુડ્ડા જુથે થાનેસરના ધારાસભ્ય અશોક અરોરાનું નામ ચલાવ્યું છે.
અશોક અરોરા પંજાબી સમુદાય માંથી આવે છે તેથી હાઈકમાનની ગેર જાટ નેતા પ્રતિપક્ષની શોધ પૂરી થઇ જશે અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાનો કોંગ્રેસમાં દબદબો પણ બન્યો રહેશે. આ દરમિયાન કોંગ્રેસની નવા પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની શોધ જલ્દી પૂરી થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp