રાકેશ ટિકૈતે ઔવેસીના ગઢ હૈદરાબાદમાં જઇને કહી દીધું -એ તો લગામ વિનાનો સાંઢ છે

PC: republicworld.com

ખેડુત આંદોલનનના નેતા રાકેશ ટિકૈત હવે રાજકીય ભાષા બોલતા થઇ  છે. ગુરુવારે હૈદ્રાબાદ ગયેલા ટિકૈતે કહ્યું હતુ કે ઓવેસી ભાજપની સૌથી વધારે મદદ કરે છે, એમને અહીં બહાર ન જવા દો. ઓવેસી બોલે છે કઇ અને તેમનો હેતુ કઇંક બીજો જ હોય છે. તેમને હૈદ્રાબાદ અને તેલંગાનાની બહાર નહીં જવા દો. એ જયાં પણ જશે ભાજપની મદદ કરશે, એ બેલગામ સાંઢ જેવા છે એ બોલશે કઇ અને  ભાજપ તેના નિવેદનને તોડ મરોડ કરીને બીજી રીતે રજૂ કરે છે. એ બનેં  A અને B ટીમ છે.

ખેડુત નેતા રાકેશ ટિકૈત ગુરુવારે હૈદ્રાબાદ ગયા હતા, અહીં તેમણે એઆઇએમઆઇએમના નેતા અસદુદદીન ઓવેસી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ કે તમે અહીંના બેલગામ સાંઢને ખુલ્લો  છોડી દીધો છે, જે ભાજપની મદદ કરે છે, તેને અહીં બાંધીને રાખો.

રાકેશ ટિકૈતે આગળ કહ્યું કે ઓવેસી ભાજપના ચચાજાન છે અને તેઓ હિંદુ- મુસલમાન કરવાનું કામ કરે છે.ટિકૈતે કહ્યું કે જે વિસ્તારમાં ભાજપને હારવાનો ડર લાગતો હોય, ત્યાં ઓવેસીની રેલી કરાવવામાં આને છે. તેમણે કહ્યું કે અમે તો આંદોલનકારી છીએ,

 ખેડુત નેતાએ કહ્યું કે સંયુક્ત કિશાન મોર્ચાની રણનીતિ ભાજપને હરાવવાની છે. અમે ઉત્તર પ્રદેશના મતદારો સુધી જઇશું અને તેમને ભાજપને હરાવવા માટે કહીશું. અમે ભાજપને હરાવોનો નારો આપીશું.

ટિકૈતે કહ્યું કે મિનીમમ સપોર્ટ પ્રાઇસ ( એમએસપી) કાનૂનને કારણે ખેડુતોને મદદ મળશે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરીએ છીએ કે એમએસપી પર ચર્ચા કરવામાં આવે. એ હમેંશા અમારો મુદ્દો રહ્યો છે.તેમણે કહ્યું કે 27 નવેમ્બરે સંયુક્ત કિશાન મોર્ચોની બેઠક મળવાની છે એમાં આગળની રણનીતિ નકકી કરવામાં આવશે.  29 નવેમ્બરે અમે ટ્રેકટર રેલી કાઢીશુ. દિલ્હી બોર્ડર છોડવાનો અમારો કોઇ ઇરાદો નથી, અમે અમારું પ્રદર્શન ચાલું જ રાખીશું.

કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લાં 14 મહિનાથી ખેડુતો દિલ્હીની બાર્ડર પર આંદોલન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં જ આ ત્રણેય કાયદા રદ કરવાની જાહેરાત કરી દીધી છે, પંરતુ ખેડુત નેતાઓ હજુ આંદોલન સમેટવા તૈયાર નથી. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડુત નેતા રાકેશ ટિકૈતને ચૂંટણીનો લાડવો દેખાઇ રહ્યો છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp