કેવી રીતે પસંદ થાય છે CM? PMનો વીડિયો વાયરલ- ન કોઈ પોતિકુ છે ન કોઈ પારકું...

PC: livemint.com

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરીને ભાજપે બધાને ચોંકાવી દીધા છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં રમણ સિંહ, વસુંધરા રાજે અને શિવરાજ સિંહ ચૌહાણ જેવા મોટા નેતાઓને કિનારે કરીને ભાજપે એવા નવા ચહેરાઓને સત્તા સોંપી છે, જેમને પોતે પણ ભરોસો નહોતો કે તેમને એટલી મોટી જવાબદારી મળવાની છે. ભાજપના સરપ્રાઈઝ મુખ્યમંત્રીની જાહેરાતો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

તેમાં તેઓ કહી રહ્યા છે કે ભાજપમાં કેવા મુખ્યમંત્રીઓ અને મંત્રીઓનો પસંદગી થાય છે. એટલું જ નહીં વીડિયોમાં તેઓ ભાજપના નેતાઓને ચેતવી રહ્યા હતા કે તેઓ મીડિયાની અફવાઓથી દૂર રહે, મીડિયા માત્ર ફૂટ નાખવા માટે નામ ચલાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે એવું કંઇ થતું નથી કે કોઈ તમને કહી દે કે તમારું નક્કી છે, તેઓ તમારું કરાવી દેશે, તમને બનાવડાવી દેશે. કંઇ થવાનું નથી. જે કંઇ પણ થશે, જે નિયમ હોય છે તેના આધાર પર થાય છે. ન કોઈ પોતિકું છે ન કોઈ પારકું છે. જે જીતીને આવ્યા છે, બધા મારા છે. મારા માટે કોઈ ફરક પડતો નથી. દાયિત્વ ખૂબ ઓછા લોકોને આપી શકો છો. કૃપા કરીને કોઈ પહોંચી જાય, મારા ખાસ છે કરી દઉં છું, ચક્કરમાં ન પડતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અખબારમાં, ટી.વી.માં આવીમાં આવી જાય તો ફોન બંધ કરી દો. તમે મારી ઇજ્જત ખરાબ કરી રહ્યા છો. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, છત્તીસગઢનો એક કાર્યકર્તા ગુજરાત આવ્યો. હું છત્તીસગઢનો પ્રભારી હતો, પરિચિત ખૂબ હતો. મેં પૂછ્યું કેવી રીતે આવવાનું થયું. તેણે કહ્યું કે, કાલે તમારો ફોન આવ્યો હતો, મેં કહ્યું કે, મેં કોઈ ફોન નથી કર્યો. તેમણે કહ્યું મને ફોન આવ્યો હતો. કહ્યું કે છત્તીસગઢમાં સરકાર બની રહી છે અને મોદીજી બોલાવી રહ્યા છે, જો મોદીજી કહેશે, ત્યાં જ સરકાર બનશે, પરંતુ મારું કોઈ લેવું-દેવું નહોતું. તેઓ પણ સંગઠન પર ભરોસો કરનારા લોકો હતા. તેમણે લાગ્યું કે મારા માટે કોઈ સૂચના હશે, એટલે આવી ગયા.

તેમણે કહ્યું કે, મારા કહેવાનું તાત્પર્ય છે કે ઘણા લોકો હશે જે ભરમાવશે. સરકાર કોઈ બીજું બનાવવાનું નથી. જેની જવાબદારી હશે, તેઓ જ બનાવે છે. અખબારના પાનાંઓથી ન મંત્રી બને છે અને ન મંત્રી પદ જાય છે. એટલે શપથ ગ્રહણ સુધી એવા અખબારોના પાનાં પર ભરોસો ન કરો, પરંતુ ફોન આવી પણ જાય તો કન્ફર્મ કરી લેવું. નહીં તો આ વસ્તુ મુશ્કેલી ઉત્પન્ન કરી દે છે. જે મીડિયાવાળા નામ ચલાવી રહ્યા છે, એ ખરેખર ભેદ ઉત્પન્ન કરવા માટે કરી રહ્યા છે, ભ્રમિત કરવા માટે કરી રહ્યા છે. અફવા ફેલાવવા માટે કરી રહ્યા છે. કેટલાક લોકો કહેશે, મેં તમારું નામ જોયું હતું, જેમ તેઓ મારો બાજુમાં બેઠા હતા. એવું કંઇ થતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વીડિયો મે 2019નો બતાવવામાં આવી રહ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp