'ગીતા, રામાયણ અને..', તિહાડ જેલ જવા માટે CM કેજરીવાલે માગી આ વસ્તુઓ

PC: indiatoday.in

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉજ એવેન્યૂ કોર્ટે 15 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દીધા છે. તેમને 15 એપ્રિલ સુધી દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવશે. એવામાં અરવિંદ કેજરીવાલે તિહાડ જેલ જવા માટે 3 પુસ્તકો માગ્યા છે. અરવિંદ કેજરીવાલે પોતાના વકીલોના માધ્યમથી કોર્ટમાં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે માગ કરી છે કે તેમને જેલમાં 3 પુસ્તકો લઈ જવાની મંજૂરી આપવામાં આવે. આ પુસ્તકોમાં ભગવદગીતા, રામાયણ અને વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીનું પુસ્તક 'હાવ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ' સામેલ છે. તેની સાથે જ તેમણે જેલમાં જરૂરી દવાઓની માગ કરી છે.

તેની સાથે જ કેજરીવાલે જે ધાર્મિક લોકેટ પહેરી રાખ્યું છે, તેને પણ પોતાની સાથે લઈ જવાની કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવી છે. સાથે જ વિશેષ ડાઈટની પણ માગ કરી છે. તેમણે કોર્ટને જેલમાં મેજ અને ખુરશી આપવાની પણ મંજૂરી માગી છે. જાણકારોનું કહેવું છે કે, તિહાડ જેલમાં હલચલ તેજ થઈ ગઈ છે. તિહાડ જેલ નંબર-3માં હલચલ સૌથી વધુ છે. આ જ જેલમાં ડિસ્પેન્સરી છે. તિહાડ જેલ નંબર-2, 3 અને 5ના બધા સુપ્રિટેન્ડેન્ટને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અત્યારે એ નક્કી નથી કે કેજરીવાલને તિહાડમાં કઇ બેરકમાં રાખવામાં આવશે.

થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટી (AAP) નેતા સંજય સિંહને 2 નંબરની જેલથી નંબર-5માં શિફ્ટ કરવામાં આવ્યા છે. મનીષ સિસોદિયાને જેલ નંબર-1માં રાખવામાં આવ્યા છે. તો સત્યેન્દ્ર જૈનને તિહાડ જેલન નંબર-7માં રાખવામાં આવ્યા છે. કવિતાને લેડી જેલ નંબર 6માં રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલમાં જૂલ 9 જેલ છે, જેમાં લગભગ 12,000 કેદી છે. આ જેલમાં ED અને CBI સાથે સંબંધિત કેદીઓને રાખવામાં આવે છે.

શું છે જેલની દિનચર્યા

 જેલમાં બધા કેદીઓ માટે સમાન દિનચર્યા છે. સૂરજ નીકળતા જ કેદીઓની સેલ અને બેરકને ખોલી દેવામાં આવે છે. ત્યારબાદ સવારે લગભગ 6:40 વાગ્યે નાસ્તામાં ચા અને બ્રેડ આપવામાં આવે છે. નાહ્યા બાદ જો કોર્ટ જવું હોય કે પછી કોઈ સાથે મુલાકાત કરવી હોય તો તેના માટે તૈયાર કરવામાં આવે છે. સવારે 10:30 વાગ્યાથી 11:00 વાગ્યાની આસપાસ દાળ, એક શાક અને 5 રોટલી ભોજનમાં આપવામાં આવે છે. જે કેદીને રોટલી ન ખાવી હોય, તેને ચોખા આપવામાં આવે છે. ત્યારબાદ કેદીઓને બપોરે 12: વાગ્યાથી 3:00 વાગ્યા સુધી બેરકમાં બંધ કરી દેવામાં આવે છે.

પછી 3:00 વાગ્યે કેદીઓને બેરક બહાર કાઢવામાં આવે છે. તેમને સાંજે 3:30 વાગ્યે ચા અને 2 બિસ્કિટ આપવામાં આવે છે. પાછી સાંજે લગભગ 4:00 વાગ્યે જો કોઈ વકીલ મળવા માગે તો મળી શકે છે. સાંજે 5:30 વાગ્યે કેદીઓને રાતનું ભોજન આપવામાં આવે છે, જેમાં દાળ, શાક અને 5 રોટલીઓ હોય છે. પછી 6:30 વાગ્યે કે 7:00 વાગ્યે સૂરજ ડૂબી ગયા બાદ બધા કેદીઓને જેલમાં બંધ કરી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કેદીઓને જેલમાં સવારે 5:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી ટીવી જોવાની મંજૂરી પણ આપવામાં આવે છે. આ દરમિયાન 18-20 ચેનલ જ જોવા દેવામાં આવે છે. જેમાં ન્યૂઝથી લઈને રમત અને મનોરંજન ચેનલ સામેલ છે.

કોર્ટમાં EDએ શું કહ્યું?

EDએ રાઉજ એવેન્યૂ કોર્ટમાં કહ્યું કે, અરવિંદ કેજરીવાલ તપાસમાં સહયોગ કરી રહ્યા નથી. તેઓ સીધા જવાબ આપી રહ્યા નથી. ED તરફથી એડિશનલ સોલિસિટર S.V. રાજૂએ કહ્યું કે કોર્ટને આ બધુ બતાવવાનું ઉદ્દેશ્ય છે કે અમે આગળ પણ કેજરીવાલની કસ્ટડી માગી શકીએ છીએ. કેજરીવાલે અત્યાર સુધી મોબાઈલનો પાસવોર્ડ શેર કર્યો નથી. તેઓ વારંવાર કહી રહ્યા છે કે તેમને ખબર નથી. કેજરીવાલ જાણીજોઇને તપાસને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત દિવસોમાં જેલમાં હાઇલેવલ મીટિંગ થઈ હતી.

આજે 11:00 વાગ્યે પણ હાઇલેવલ મીટિંગ થઈ. ગત મીટિંગમાં એ વાત પર ચર્ચા કરવામાં આવી હતી કે જો કેજરીવાલને જ્યૂડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલ મોકલવામાં આવે છે તો તેમને કયા નંબરની જેલમાં રાખવામાં આવશે. સાથે જ તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ચર્ચા થઈ. EDએ કેજરીવાલની ધરપકડ 21 માર્ચે તેમના સત્તાવાર આવાસ પરથી કરી હતી. દિલ્હી આબકારીનીતિ કૌભાંડમાં તેમને રાઉજ એવેન્યૂ કોર્ટે 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોતાની ધરપકડ બાદ પણ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું નથી. AAPનું કહેવું છે કે તેઓ જ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેશે અને જરૂરિયાત પડવા પર જેલથી સરકાર ચલાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp