હાઇકોર્ટના આદેશ બાદ ગૂગલ અને એપલે TikTOkને પોતાના એપ સ્ટોરમાંથી હટાવી દીધી

PC: livemint.com

મદ્રાસ હાઇકોર્ટના નિર્દેશોનું પાલન કરતા ગૂગલ અને એપલે ભારતમાં લોકપ્રિય થયેલી વીડિયો શેરિંગ એપ TikTok ને પોતાના પ્લેસ્ટોરમાંથી હટાવી દીધી છે. આ એપને હવે ગૂગલ પ્લે અને એપલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે નહીં. ભારતમાં TikTokનું મોટું બજાર છે અને ગૂગલથી સંચાલિત થનારા એન્ડ્રોઇ સ્માર્ટફોનના પણ મોટા પ્રમાણમાં યુઝર્સ છે. જોકે હજી iOS દ્વારા એપને દૂર કરવાની કોઇ માહિતી મળી નથી.

હાલમાં જ કોર્ટે કેન્દ્ર સરકારને TikTok પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે TikTok એપથી પોર્નોગ્રાફીને પ્રોત્સાહન મળી રહ્યું છે અને હિંસા પણ વધી રહી છે. કોર્ટ દ્વારા TikTok પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય એક પ્રજાહિતની અરજી બાદ લેવામાં આવ્યો છે.

મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ હાઇકોર્ટના આદેશ બાદ એપલ અને ગૂગલને એપ બંધ કરવા માટે પત્ર લખ્યો હતો. સરકારે પત્રમાં ગૂગલ અને એપલને મદ્રાસ હાઇકોર્ટના આદેશનું પાલન કરવા માટે કહ્યું હતું. બુધવારે સવારે iOS પરથી પણ આ એપને હટાવી લેવામાં આવી છે. મંગળવારે રાત્રે ગૂગલે પોતાના સ્ટોરમાંથી TikTokને હટાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp