Appleથી એલર્ટ આવ્યું, ફોન હેક કરી રહી છે સરકાર, મહુવા સહિત આ નેતાઓનો દાવો

PC: indianexpress.com

TMC સાંસદ મહુઆ મોઈત્રા, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસ નેતા શશિ થરૂર અને પવન ખેડા સહિત તમામ વિપક્ષ નેતાઓએ દાવો કર્યો કે, તેમને પોતાના ફોન અને ઈમેલ પર Apple દ્વારા એલર્ટ આવ્યું છે. જેમાં તેમને ચેતવણી આપવામાં આવી છે કે સરકાર તેમના ફોન અને ઈમેલને હેક કરવાની કોશિશ કરી રહી છે. જોકે, સરકારી સૂત્રોનો દાવો છે કે, આ મેઇલ એલ્ગોરિધમની ખરાબીને લીધે આવ્યા છે.

કેશ ફોર ક્વેરી કેસમાં ઘેરાયેલ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ સૌથી પહેલા આ એલર્ટને લઇ સ્ક્રીન શોટ શેર કરતા મોદી સરકાર પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે, એપલ ફોન દ્વારા એલર્ટ અને ઈમેલ મળ્યું કે સરકારે મારા ફોન અને ઈમેલને હેક કરવાની કોશિશ કરી છે.

ટીએમસી સાંસદ ઉપરાંત કોંગ્રેસ સાંસદ શશિ થરૂર, પવન ખેડા અને શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ફોનમાં આવેલા આ રીતના એલર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. મહુઆ મોઈત્રાએ દાવો કર્યો કે આપ સાંસદ રાઘવ ચડ્ઢા, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીના ફોન પર પણ આ એલર્ટ આવ્યું છે. તો AIMIM ચીફ ઓવૈસીએ પણ પોતાના ફોન પર એલર્ટ મળવાનો દાવો કર્યો છે.

ટીએમસી સાંસદે હોમ મિનિસ્ટ્રીને ટેગ કરતા એક્સ પ્લેટફોર્મ પર લખ્યું કે, અડાણી અને PMOના લોકો જે મને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, તમારા આ ડરથી મને તમારા પર દયા આવી રહી છે. તેમણે કહ્યું કે, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, મને અને INDIA ગઠબંધનના 3 અન્ય નેતાઓને અત્યાર સુધી આવા એલર્ટ મળ્યા છે.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે આ એલર્ટને લઇ કહ્યું કે, મારા જેવા ટેક્સ પેયરના ખર્ચામાં અલ્પ રોજગાર અધિકારીઓને વ્યસ્ત રાખવામાં ખુશી થઇ. તેમની પાસે કરવા માટે અન્ય અગત્યના કામો જ નથી.

જોકે, એપલ કંપનીએ આ અંગે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અમે કોઇ સરકારને આ અંગે જવાબદાર ગણતા નથી. અલગોરિધમની ખામીને કારણે આ થયું હોઇ શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp