મોદી સરકાર બોલી- સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં અમારા પ્રતિનિધિ સામેલ કરે

PC: twitter.com

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને સલાહ આપવામાં આવી છે કે કોલેજીયાંમાં તેમના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ CJIને ચિઠ્ઠી લખીને કહ્યું છે કે, જજોની નિમણૂકની પ્રક્રિયામાં સરકારી પ્રતિનિધિ સામેલ કરવાથી સિસ્ટમમાં પારદર્શિતા આવશે અને જનતા પ્રત્યે જવાબદારી પણ નક્કી થશે. કિરેન રિજિજુએ ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, કોલેજિયમ સિસ્ટમમાં પારદર્શિતા અને જવાબદારીની અછત છે. હાઇ કોર્ટમાં પણ જજોની નિમણૂક પ્રક્રિયામાં સંબંધિત રાજ્ય સરકારના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવે.

લોકસભાના ઉપાધ્યક્ષ પણ કહી ચૂક્યા છે કે, સુપ્રીમ કોર્ટ મોટા ભાગે સભ્યતાના કામકાજમાં દખલઅંદાજી કરે છે. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તે ખૂબ જ ખતરનાક છે. ન્યાયિક નિમણૂકોમાં સરાકરી હસ્તક્ષેપ જરાય ન હોવો જોઇએ. એક અંગ્રેજી અખબારે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, કાયદા મંત્રીના સૂચનને સુપ્રીમ કોર્ટ માની લે એવું મુશ્કેલ છે. CJI ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીવાળા કોલેજિયમના 5 અન્ય સભ્ય છે. તેમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર, જસ્ટિસ કે.એમ. જોસેફ, જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ સંજીવ ખન્ના સામેલ છે.

પહેલા તેમાં CJI સિવાય અન્ય 4 જસ્ટિસ હતા, જેમાં કોઇ પણ CJI ઉત્તરાધિકારી નહોતા. એટલે બાદમાં જસ્ટિસ સંજીવ ખન્નાને છઠ્ઠા મેમ્બર તરીકે કોલેજિયમમાં સામેલ કરવામાં આવ્યા, જો કે CJIના ઉત્તરાધિકારી છે, કોલેજિયમમાં આ સૂચનને સુપ્રીમ કોર્ટ સરકારની નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ એક્ટ (NJAC) લાવવાની સરકારની નવા પ્રયત્ન તરીકે જોઇ રહી છે. NJACને વર્ષ 2014માં સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું, પરંતુ ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે તેને અસંવૈધાનિક કરાર આપી દીધો હતો.

જે NJACને સુપ્રીમ કોર્ટ વર્ષ 2015માં આ સંવૈધાનિક કહી ચૂકી છે, તેમાં જજોની નિમણૂકને લઇને બદલાવ કરવામાં આવ્યા હતા, તેમાં NJACની આગેવાની CJIએ કરવાની હતી. એ સિવાય 2 સૌથી વરિષ્ઠ જજોને રાખવાના હતા. એ સિવાય કાયદા મંત્રી અને 2 પ્રતિષ્ઠિત લોકોને NJACમાં રાખવાની વ્યવસ્થા હતી. પ્રતિષ્ઠિત લોકોનું સિલેક્શન વડાપ્રધાન, નેતા વિપક્ષ અને CJIની પેનલે કરવાની વ્યવસ્થા હતી. અત્યારે જજોની નિમણૂક પર કિરેન રિજિજુનો પત્ર એવી જ વ્યવસ્થા માટે માનવામાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ શું છે?

તે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક અને ટ્રાન્સફરની પ્રણાલી છે. કોલેજિયમના સભ્ય જ જજ હોય છે. તેઓ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને નવા જજોની નિમણૂક કરવા માટે નામોના સૂચન મોકલે છે. મંજૂરી મળ્યા બાદ જજોને અપોઇન્ટ કરવામાં આવે છે. દેશમાં કોલેજિયમ સિસ્ટમ વર્ષ 1993માં લાગૂ થયું હતું. કોલેજિયમમાં 5 સભ્ય હોય છે. CJI તેમાં પ્રમુખ હોય છે. એ સિવાય 4 મોસ્ટ સીનિયર જજ હોય છે. અત્યારે તેમાં 6 જજ છે. કોલેજિયમ જ સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટમાં જજોની નિમણૂક અને તેમના નામની ભલામણ કેન્દ્રને કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp