સૌરવ ગાંગુલીએ ભાજપને મચક ન આપી, હવે મમતા દીદીની સાથે થઇ ગયો, જાણો શું થયું

PC: facebook.com/OfficialSCGanguly

BCCIના પૂર્વ ચેરમેન અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને મમતા સરકારમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવાતા પશ્ચિમ બંગાળના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે.ભાજપના સાંસદ દિલીપ ઘોષે કહ્યું છે કે મમતા બેનર્જિને સૌરવને જાણવામાં ઘણો સમય લાગ્યો? તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મમતાને ગાંગુલી સિવાય અન્ય કોઇ મળ્યું જ નહીં.?દિલીપ ઘોષે કહ્યું કે, ત્રિપુરા સરકારે તેને પહેલેથી જ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. તેણે બંગાળ ક્રિકેટ માટે ઘણું કર્યું છે. મને લાગે છે કે શાહરુખ માટે હવે કોઈ માર્કેટ નથી.

એટલા માટે સૌરવનો હાથ પકડીને વૈતરણી પાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપે સૌરવનો રાજકારણમાં ઉપયોગ કર્યો નથી. ભાજપે તેમનો ક્રિકેટમાં ઉપયોગ કર્યો અને BCCIના ચેરમેન બનાવ્યા.

સૌરવ ગાંગુલી પશ્ચિમ બંગાળનો હોવાને કારણે રાજ્યનો જાણીતો ચહેરો છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જિ સાથે ઘણી વખત જોવા પણ મળે છે. મમતા બેનર્જિને બોલિવુડ અમિનેતા શાહરૂખ ખાન સાથે પણ સારા સંબધો છે.

કોલકાતામાં સાતમી ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશ્વભરના મોટા ઉદ્યોગપતિઓ અહીં ભાગ લઈ રહ્યા છે. રિલાયન્સે આ સમિટમાં પશ્ચિમ બંગાળને લઈને ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મુકેશ અંબાણી અને સૌરવ ગાંગુલીએ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જિના ભરપૂર વખાણ કર્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ મંગળવારે પશ્ચિમ બંગાળમાં આગામી ત્રણ વર્ષમાં રૂ. 20,000 કરોડના વધારાના રોકાણની જાહેરાત કરી હતી. અંબાણીએ કહ્યું કે નવું રોકાણ ડિજિટલ લાઇફ સોલ્યુશન્સ, રિટેલ અને બાયો-એનર્જી ક્ષેત્રોમાં થશે.

અંબાણીએ કહ્યું હતું કે,બંગાળ રિલાયન્સ માટે સૌથી મોટા રોકાણ સ્થળો પૈકીનું એક છે. અમે ડિજિટલ લાઇફ સોલ્યુશન્સ વધારવા, રિલાયન્સ રિટેલના ફૂટપ્રિન્ટને વિસ્તારવા અને બાયો-એનર્જિ પર આગામી ત્રણ વર્ષમાં પશ્ચિમ બંગાળમાં વધારાના રૂ. 20,000 કરોડનું રોકાણ કરવાની યોજના બનાવી છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં આશરે રૂ. 45,000 કરોડનું રોકાણ કર્યું છે. તેમણે કહ્યું, રિલાયન્સ બંગાળના વિકાસને વેગ આપવા માટે કોઈ કસર છોડશે નહીં. તે બંગાળમાં આજીવિકા વધારવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્યસંભાળ અને કૃષિ સોલ્યુશન્સ પૂરા પાડવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ લાઇફ સોલ્યુશન્સને વધુ સ્કેલ કરવાનો છે. અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલ પણ રાજ્યમાં તેની હાજરી ઝડપથી વધારી રહી છે. આશરે 1,000 રિટેલ સ્ટોર્સ આગામી બે વર્ષમાં અમારું નેટવર્ક 1,200ને વટાવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp