26th January selfie contest

રાહુલ ગાંધીનું અંગ્રેજી ન સમજી શક્યા ટ્રાન્સલેટર, લોકોએ ઉડાવ્યો મજાક, જુઓ વીડિયો

PC: manoramaonline.com

દક્ષિણ ભારતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રાન્સલેટર ક્યારેક એવું બોલી જાય છે જે મજાક બની જાય છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે આવું ઘણી વાર થાય છે કે તેમની વાત ટ્રાન્સલેટર સમજી શકતા નથી અને પછી મજાકનું કારણ બને છે. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રચાર માટે કેરળ પહોંચ્યા હતા જ્યાં તેમણે વિવિધ મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા પરંતુ ટ્રાન્સલેટરના કારણે તેઓને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

રાહુલ ગાંધી અને અંગ્રેજીમાં ભાષણ આપી રહ્યાં હતા. તેમની બાજુમાં ભાષણને મલયામલ ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પીજી કુરિયન ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી અંગ્રેજીમાં કહે છે કે મને વડાપ્રધાન નહીં ચોકીદાર બનાવો,પરંતુ રાહુલ ગાંધીની વાત ટ્રાન્સલેટર સમજી શકતા નથી અને એ જોઇને રાહુલ ગાંધી હસી પડે છે. એ ફરીથી પાસે જાય છે અને તેમને જઇને ફરી લાઇન બતાવે છે પરંતુ ટ્રાન્સલેટર આ વાતને સમજી શકતા નથી.

આ ઘટનાના થોડા સમય બાદ રાહુલ ગાંધી કહે છે કે મોદીએ દેશની જનતા પાસેથી વોટ લીધા અને અનિલ અંબાણીના ચોકીદાર બની ગયા. રાહુલ ગાંધીની આ વાતને પણ ટ્રાન્સલેટર કુરિયન સમજી શકતા નથી અને તેઓ ફરી આ વાત કાનમાં જઇને કહે છે.

રાહુલ ગાંધીને લાગ્યું કે કદાય હવે તેમનો ટ્રાન્સલેટર સમજી જશે પરંતુ આવું સતત ત્રીજી વખત થયું કે ટ્રાન્સલેટર રાહુલ ગાંધીની વાતોને સમજી શક્યા ન હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp