કેનેડાના PMએ ખૂબ મોટી ભૂલ કરી દીધી છે, પેન્ટાગનના પૂર્વ અધિકારીએ એમ કેમ કહ્યું

PC: livemint.com

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ખાલિસ્તાની ચરમપંથી હરજીત સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર લગાવવાને લઈને દેશ જ નહીં, વિદેશી નેતાઓના નિશાના પર પણ આવી ગયા છે. હવે અમેરિકાના પૂર્વ અધિકારીએ કહ્યું કે, જસ્ટિન ટ્રૂડોએ મોટી ભૂલ કરી દીધી છે. પેન્ટાગનના પૂર્વ અધિકારી માઇકલ રૂબીને કહ્યું કે, વડાપ્રધાન ટ્રૂડોએ એ આરોપ લગાવીને ખૂબ મોટી ભૂલ કરી દીધી છે કે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે ભારતના સંબંધ છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન પોતાના આરોપોને સાબિત ન કરી શકવામાં પોતે અસમર્થ છે. મને લાગે છે કે વડાપ્રધાન ટ્રૂડોએ ખૂબ મોટી ભૂલ કરી છે. તેમણે જે આરોપ લગાવ્યા છે તેના પુરાવા તેઓ પોતે જ નહીં આપી શકે. તેમની પાસે ભારત સરકાર વિરુદ્ધ લગાવેલા આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. પેન્ટાગનના પૂર્વ અધિકારીએ ટ્રૂડો પર પ્રહાર કરતા કહ્યું કે, તેમણે એ બતાવવું પડશે કે તેમની સરકાર એક આતંકીને કેમ આશ્રય આપી રહી છે.

તેમણે ભારત સરકાર વિરુદ્ધ કેનેડિયન વડાપ્રધાનના આરોપો પર તેમના વિચાર પૂછવા પર ઉપરોક્ત વાતો કહી. ટ્રૂડોએ સોમવાર (18 સપ્ટેમ્બર)ના રોજ કેનેડાની સંસદની અંદર હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. નિજ્જરને ભારતે આતંકી જાહેર કરી રાખ્યો છે. તેની 18 જૂનના રોજ કેનેડાના સરેમાં એક ગુરુદ્વારા બહાર ગોળીમારીને હત્યા કરી દેવામાં આવી હતી. પેન્ટાગનના પૂર્વ અધિકારી માઇકલ રૂબિન અમેરિકન એન્ટરપ્રાઈઝીસના ફેલો પણ છે.

તેઓ ઈરાન, તુર્કી અને દક્ષિણ એશિયાના મામલાઓના એક્સપર્ટ છે. અમેરિકન, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની ટિપ્પણી પર કહ્યું કે, અમેરિકા હંમેશાં ઇન્ટરનેશનલ દમણ વિરુદ્ધ ઊભું છે, જો બ્લિંકન આ નિવેદન આપે છે તો અમે વાસ્તવમાં પાખંડી થઈ રહ્યા છીએ, કેમ કે અમે જે બાબતે વાત કરી રહ્યા છીએ, તે ઇન્ટરનેશનલ દમન નથી. બ્લિન્કને 22 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે, નિજજરની હત્યામાં ભારત સરકારની સંડોવણી બાબતે ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી અમેરિકા ખૂબ ચિંતિત છે.

બ્લિન્કને એમ પણ કહ્યું હતું કે, અમેરિકા જવાબદાર દેખાડવા માગે છે. આ અગાઉ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ 21 સપ્ટેમ્બરના રોજ કહ્યું કે ખાલિસ્તાની ચરમપંથી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ભારતના સંભવિત સંબંધો બાબતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપ રાજનીતિથી પ્રેરિત છે. નિજજરની હત્યાના સંબંધમાં કેનેડાએ ભારતને કોઈ જાણકારી શેર કરી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp