ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, અમારી સરકાર આવશે તો અદાણીનો ધારાવી પ્રોજેક્ટ નહીં થવા દઇએ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેવા (UBT)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણી પહેલાં એક મોટું તીર છોડી દીધું છે. ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જો અમારી સરકાર સત્તામાં આવશે તો અદાણીનો જે ધારાવીનો પ્રોજેક્ટ છે તે થવા દઇશું નહીં. ઠાકરેએ કહ્યું કે, અદાણી મુંબઇનું નામ બદલીને અદાણી સીટી કરવા માંગે છે, જે અમે કોઇ કાળે નહીં થવા દઇએ.
ગૌતમ અદાણીને કંપનીને 2023માં મહારાષ્ટ્ર સરકાર તરફથી ધારાવી ઝુંપડપટ્ટીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કોન્ટ્રાકટ મળેલો છે. ઠાકરેએ કહ્યું કે, જો ધારાવીના લોકોને 500 સ્કેવર ફુટના ઘર આપવામાં આવશે અને તેમને ત્યાંજ બિઝનેસ કરવા દેવાશે તો અમે વિચારીશું. નહીં તો અદાણીનો કોન્ટ્રાક્ટ રદ કરીને ગ્લોબલ ટેન્ડર બહાર પાડીશું. ધારાવીમાં 10 લાખ લોકો વસે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp