2000 રૂપિયાનો દંડ ભરવા માટે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે માગ્યો 2 દિવસનો સમય

PC: x.com/rautsanjay61

શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે સ્પેશિયલ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી છે, જેમાં 2000 રૂપિયા જમા કરવા માટે ઓછામાં ઓછા 2 દિવસનો સમય માગ્યો છે. આ રકમ ગયા મહિને તેમના પર ફાઇન દંડ લગાવવામાં આવી હતી. આ દંડ તેમની વિરુદ્ધ દાખલ માનહાનિ કેસમાં ફટકારવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કહ્યું કે, તેમને 14 જૂનના રોજ આદેશ મળ્યો અને કોર્ટનું કેશ કાઉન્ટર, જ્યાં પૈસા જમા કરવાના હતા, આગામી 2 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું.

તેમણે કહ્યું કે, તેમણે આગામી થોડા દિવસોમાં પોતાના તરફથી પૂરો પ્રયાસ કર્યો, પરંતુ પ્રક્રિયા પૂરી થવાની ઔપચારિકતાઓ પૂરી ન થઈ શકી અને 10 દિવસની અવધિ વીતી ગયા બાદ કેશ કાઉન્ટર પર ઉપસ્થિત અધિકારીઓએ પૈસા લેવાનો ઇનકાર કરી દીધો. જો કે, શેવાલે તરફથી રજૂ થયેલા એડવોકેટ ચિત્ર સાલૂંખેએ 2 દિવસનો સમય માગતી આ અરજીનો વિરોધ કરતા કહ્યું કે, તેમના ઉદાસીન વલણના કારણે જ રોકડ જમા પ્રક્રિયા પૂરી ન થઈ શકી. તેમણે આરોપ લગાવ્યો કે, આ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત તરફથી માત્ર મોડું કરવાની રાજનીતિ છે. હવે આ કેસમાં સ્પેશિયલ કોર્ટ 31 જુલાઈએ દલીલો સાંભળવાનું ચાલુ રાખશે.

શું છે આખો મામલો:

ઉલ્લેખનીય છે કે, પાર્ટીના મુખપત્ર સામનામાં એક લેખ પ્રકાશિત કરવા માટે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ એક પૂર્વ સહયોગી, શિવસેના એકનાથ શિંદે ગ્રુપના નેતા રાહુલ શેવાલેએ માનહાનિનો કેસ દાખલ કરાવ્યો હતો. રાહુલ શેવાલે દ્વારા દાખલ માનહાનિનો કેસ છે. ફરિયાદની કાર્યવાહી મઝગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહી છે. કાર્યવાહી દરમિયાન મેજિસ્ટ્રેટ કોર્ટે બંને કેસથી મુક્ત કરવાનો ઇનકાર કરી દીધો હતો અને આ આદેશ 26 ઓક્ટોબર 2023ના રોજ પાસ કરવામાં આવ્યો હતો.

નિયમો અનુસાર બંને મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને તાત્કાલિક પડકાર આપવો જોઈતો હતો, જે તેમણે ન કર્યો. પુનરીક્ષણ દાખલ કરવા માટે નિયમો હેઠળ નિર્ધારિત બાહ્ય સમય સીમાથી 84 દિવસોનું મોડું થયું. આ પ્રકારના મોડાને માફ કરતા સેશન કોર્ટે 13 જુલાઇના રોજ તેમના પર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ પૈસા આગામી 2 દિવસની અંદર જમા કરવાના હતા. જે તેઓ કરી શક્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp