MP:મંત્રીએ સેલેરીની ના પાડી તો ઉમા ભારતીનો કટાક્ષ-296 કરોડવાળા 12 લાખ છોડે તો...

PC: twitter.com

મધ્ય પ્રદેશમાં હાલમાં જ નવા મુખ્યમંત્રી મોહન યાદવે શપથ લીધા અને ખાતાઓની વહેંચણી પણ કરી દેવામાં આવી, જેમાં ચેતન્ય કુમાર કશ્યપને પણ કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે, જેઓ રતલામ સીટ પર ભાજપની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા. ચૈતન્ય કુમારની હાલમાં એ કારણે ચર્ચામાં છે કે તેઓ ધારાસભ્ય તરીકે સેલેરી કે પેન્શન નહીં લે. પરંતુ આને લઈને પૂર્વ CM અને ભાજપના નેતા ઉમા ભારતીને કંઈ ખાસ ફરક પડતો હોય એમ લાગતું નથી. કારણ કે આ મુદ્દે ઉમા ભારતીએ ચૈતન્ય કુમાર પર કટાક્ષ કર્યો છે.

ઉમા ભારતીએ ટ્વીટર પર આ અંગે લખ્યું હતું કે, હાલમાં મંત્રી બનેલા રતલામના એક સંપન્ન જૈન બિઝનેસમેન ચેતન કાશ્યપે પોતાની સંપત્તિ 296 કરોડ જાહેર કરી છે. થોડા દિવસ પહેલા છાપાઓમાં તેમના વખાણ થયા હતા કે, તેઓ ધારાસભ્યનું વેતન નથી લેતા, જે વાર્ષિક 12 લાખ રૂપિયા થાય છે. 296 કરોડ રૂપિયાવાળો વ્યક્તિ જો 12 લાખ છોડી દે તો આમાં કંઈ મોટી વાત છે?

તેમણે વધુમાં લખ્યું હતું કે, ચેતન કાશ્યપ સરકારને વેતન પાછું આપવાની જગ્યાએ તે રકમને અભાવગ્રસ્ત છોકરીઓની શિક્ષા પર ખર્ચ કરો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે યાદ રાખવું પડશે કે બધા ધારાસભ્યો મોટા બિઝનેસમેન નથી હોતા અને ન તો તેઓ રાજનીતિથી પોતાનો બિઝનેસ વધારે છે. એકવાર સાંસદ વરૂણ ગાંધીએ કહ્યું હતું કે, સાંસદોને સેલેરી અને પેન્શન ન લેવા જોઈએ. ગાંધી એવું કરી શકે છે, કારણ કે તેઓ હજારો કરોડની પૈતૃક સંપત્તિના માલિક છે. પોતાનું સર્વસ્વ ત્યાગીને રાજનીતિના માધ્યમથી જનસેવા કરનારા જનપ્રતિનિધિઓને સેલેરી અને પેન્શન જેવી સુવિધા સરકારથી મળવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp