કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્રએ રાજકારણને અલવિદા કરી દીધુ

PC: indiatimes.com

મહારાષ્ટ્રના રાજકારણમાં એક દિગ્ગજ પરિવારના મોટા પુત્રએ સક્રીય રાજકારણ છોડી દેવાની જાહેરાત કરી છે અને સાથે કહ્યું છે કે હું કાયમ માટે રાજકારણ છોડી રહ્યો છું. કોઇ ચૂંટણી લડવામાં પણ મને રસ નથી. રાજકારણને અલિવિદા કહેનાર આ યુવાન રાજકારણી ભાજપના નેતા છે અને ધારાસભ્ય છે. પિતા કેન્દ્રમાં પાવરફલ મંત્રી છે અને નાનો ભાઇ પણ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું માથું ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના અને ધારાસભ્ય નિલેશ રાણેએ સક્રીય રાજકારણમાંથી દુર થવાની જાહેરાત કરી છે.પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર નિલેશે પોતાના ઇરાદાની જાણકારી આપી છે. તેઓ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના મોટા પુત્ર છે.

નિલેશ રાણેએ X પ્લેટફોર્મ પર કે, હું સક્રીય રાજકારણથી સ્થાયી રૂપથી અલગ થઇ રહ્યો છું. હવે કોઇ અન્ય કારણો વગર રાજકારણમાં કોઇ રૂચિ રહી નથી. હું તમારા બધાનો ખૂબ જ આભારી છું જેમણે મને છેલ્લા 20 વર્ષોમાં ખૂબ પ્રેમ કર્યો, જ્યારે કોઈ કારણ નહોતું ત્યારે મારી સાથે રહ્યા. હું ખૂબ ભાગ્યશાળી છું કે મને ભાજપમાં આટલો પ્રેમ મળ્યો અને મને ભાજપ જેવા મહાન સંગઠનમાં કામ કરવાની તક મળી.

નિલેશ રાણેએ લખ્યું કે, હું નાનો માણસ છું, પરંતુ રાજકારણમાં ઘણું શિખ્યો અને કેટલાંક મિત્રો કાયમ માટે પરિવાર બની ગયા છે. હું મારા જીવનમાં હંમેશા તેમનો ઋણી રહીશ. મને હવે ચૂંટણી વગેરે લડવામાં રસ નથી. ટીકાકારો ટીકા કરશે પણ મને મારો અને બીજાનો સમય બગાડવો ગમતો નથી જ્યાં તે મારા મગજમાં ન આવે. અજાણતા કેટલાક લોકોને દુઃખ પહોંચાડવા બદલ હું માફી માંગુ છું. આપ સૌને મારી શુભકામનાઓ. જય મહારાષ્ટ્ર!

નિલેશ રાણે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના મોટા પુત્ર છે. તેમના ભાઇ નિતેશ રાણે પણ મહારાષ્ટ્રના પાવરફુલ નેતા તરીકે ગણવામાં આવે છે. નિતેશ રાણે મહારાષ્ટ્ર વિધાનસભામાં કંકાવલી વિધાનસભાના ધારાસભ્ય છે. 15મી લોકસભાના સભ્ય તરીકે નિતેશ રાણેએ ગૃહ મામલાની સમિતિ અને નિયમ સમિતિમાં સેવા આપી હતી.

નિતેશ રાણે એ જ મતવિસ્તારમાંથી 16મી લોકસભાની સીટ માટે ચૂંટણી લડ્યા હતા, પરંતુ શિવસેનાના ઉમેદવાર વિનાયક રાઉત સામે હાર્યા હતા. 2019 થી, તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. તેઓ 2009 થી 2017 સુધી કોંગ્રેસના સભ્ય પણ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp