એવું શું થયું કે અર્જૂન મોઢવડિયાએ હાર્દિકને કહ્યું- રહસ્યને રહસ્ય જ રહેવા દો

PC: twitter.com

ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ 2023ને અંતિમ દિવસે વિધાનસભામાં પાસ કરી દેવામાં આવ્યું છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી રૂષીકેશ પટેલે બિલને ગૃહમાં રજૂ કર્યું અને એ પછી સત્તા પક્ષ તરફથી અમિત ઠક્કર સહિતના અનેક ધારાસભ્યોએ બિલને ક્રાતિંકારી તરીકે લેખાવ્યું જ્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે યુનિવર્સિટી બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ સાથે હવે રાજ્યની 11 યુનિવર્સિટીની કમાન રાજ્ય સરકારના હાથમાં આવી ગઈ છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને બાદ કરતાં તમામ 11 યુનિવર્સિટીના કુલપતિ હવે રાજ્યપાલ હશે. હવે આ યુનિવર્સિટીઓમાં સિન્ડિકેટ અને સેનેટની વ્યવસ્થા પણ ખતમ થઇ જશે.

વિધાનસભા જ્યારે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ લાવવામાં આવ્યું ત્યારે ગૃહમાં ભારે હોબાળો અને વાદ વિવાદ થયા હતા. એક સમય એવો આવ્યો હતો કે કોંગ્રેસના બધા ધારાસભ્યો હાર્દિક પટેલ સામે એકજૂટ થઇ ગયા હતા.

ભાજપના ધારાસભ્યોની વારંવારની બેસી જવાની ટીપ્પણી પર કોંગ્રેસના ધારાસભ્ય પ્રો.કિરીટ પટેલે કહ્યુ કે તમારામાંથી ઘણા કોલેજમાં ગયા વગર ડીગ્રી લઈને બેઠા છે. આ ટિપ્પણી પર વાંધો ઉઠાવીને હાર્દિક પટેલે કહ્યું કિરીટભાઈએ એવા લોકોના નામ જણાવવા જોઈએ જેમણે કોલેજમાં ગયા વગર ડિગ્રી મેળવી છે. આવું કહેવું ગૃહનુ અપમાન છે.

તો કોંગ્રેસ નેતા અજૂન મોઢવઢિયાએ ઉભા થઇને હાર્દિક પટેલને કહ્યુ કે આ રહસ્યને રહસ્ય જ રહેવા દો. બધાને ખબર જ છે કે કોલેજ ગયા વગર કોણે ડિગ્રી હાંસલ કરેલી છે.

મોઢવાડિયાએ કોઈની ડિગ્રીનો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ વિધાનસભા અધ્યક્ષની ખુરશી પર બેઠેલા રમણલાલ વોરા સમજી ગયા હશે. તેથી જ તેણે કહ્યું કે અહીં બંને પક્ષો એક જેવા છે.

હાર્દિક પટેલના પોઇન્ટ પર કોંગ્રેસના શૈલેષ પરમારે કહ્યું કે કોઇનું વ્યક્તિગત નામ લેવામાં આવ્યું નથી. આ એક સામાન્ય વાત છે.

જ્યારે વિધાનસભા અધ્યક્ષે શબ્દોને રેકોર્ડ પરથી હટાવવા કે પાછા લેવાની વાત કરી તો કોંગ્રેસના કિરિટ પટેલે પોતાના શબ્દો પાછા ખેંચી લીધા હતા.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભારે વિરોધ અને કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલના તીખા તેવર વચ્ચે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ 2023ને મંજૂર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું આને કારણે યુનિવર્સિટીની સત્તા છીનવાઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp