AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને ટાઇપ-7 બંગલો ખાલી કરવા આદેશ, સાંસદે જુઓ શું કહ્યું

PC: hindustantimes.com

પંજાબથી આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાને સરકારી બંગલો ખાલી કરવાના કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે રાઘવ ચડ્ઢાને ટાઇપ 7 બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યસભા સચિવાલયના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, રાજ્યસભાના સાંસદ હોવાના કારણે રાઘવ ચડ્ઢાને ટાઇપ-6 બંગલો ફાળવવાનો અધિકાર છે, ન કે ટાઇપ-7 બંગલો. રાજ્યસભા સચિવાલયની નોટિસ વિરુદ્ધ રાઘવ ચડ્ઢા કોર્ટ પહોંચ્યા હતા.

આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચડ્ઢાને બંગલો ખાલી કરવાના કેસમાં લગાવવામાં આવેલી મધ્યસ્થ રોકને હટાવી દીધી છે. પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચડ્ઢાને બંગલો ખાલી કરવા કહ્યું છે. સાથે જ કોર્ટે રાજ્યસભા સચિવાલય દ્વારા બંગલો ખાલી કરવા આપેલી નોટિસને યોગ્ય ઠેરવી છે. રાજ્યસભા સચિવાલય દ્વારા ફાળવવામાં આવેલા આવાસને રદ્દ કરવાને લઈને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાની પ્રતિક્રિયા સામે આવી છે. પોતાના નિવેદનમાં તેમને કહ્યું કે, સૌથી પહેલા તો મારા માટે ફાળવવામાં આવેલા સત્તાવાર આવાસને કોઈ જાણકારી વિના રદ્દ કરવું મનમાનીપૂર્ણ છે.

રાજ્યસભાના 70 કરતા વધુ વર્ષોના ઇતિહાસમાં આ એવો આશ્ચર્યજનક અવસર છે કે એક હાલના રાજ્યસભાના સભ્યને તેમના વિધિવત ફાળવાયેલા આવાસને હટાવવાની માગ કરવામાં આવી રહી છે, જ્યાં તે થોડા સમયથી રહે છે અને રાજ્યસભાના સભ્યના રૂપમાં તેનો કાર્યકાળ 4 વર્ષથી વધુનો છે અને અત્યારે પણ બાકી છે. રાઘવ ચડ્ઢાએ કહ્યું કે, ઉપરોક્ત આદેશમાં ઘણી અનિયમિતતાઓ છે અને ત્યારબાદ રાજ્યસભા સચિવાલય દ્વારા નિયમો અને વિનિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરતા પગલાં ઉઠાવવામાં આવ્યા.

આખી કવાયતની રીતથી મારી પાસે એ માનવા સિવાય કોઈ વિકલ્પ નથી કે આ બધુ ભાજપના આદેશ પર પોતાના રાજનીતિક ઉદ્દેશ્યો અને અંગત સ્વાર્થોને આગળ વધારવા માટે કરવામાં આવ્યું છે જેથી મારા જેવા સાંસદો દ્વારા કરવામાં આવેલી રાજનીતિ નિંદાને દબાવી શકાય. ઉપરોક્ત આવાસની ફાળવણી રાજ્યસભાના માનનીય સભાપતિ તરફથી સ્વયં મારી બધી વિશિષ્ટતાઓને ધ્યાનમાં રાખ્યા બાદ કરવામાં આવી હતી. જો કે, બાદમાં કોઈ કારણે આવાસ રદ્દ કરવાના આ સંકેત આપે છે કે પૂરી કાર્યવાહી મને ટારગેર કરવા માટે કરવામાં આવી હતી.

સાંસદ સભ્યના રૂપમાં મારા સસ્પેન્સન સાથે, જે સત્તા પક્ષ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, તેમાં કોઈ શંકા નથી કે ભાજપ મારા જેવા સાંસદોને નિશાનો બનાવવામાં કોઈ કસર છોડી રહી નથી. તે આ તથ્યથી પણ ઉજાગર થાય છે કે મારા ઘણા પાડોશી પહેલી વખત સાંસદ બન્યા છે, જેમાં સુધાંશુ ત્રિવેદી, દાનિશ અલી, રાકેશ સિંહા અને રૂપા ગાંગુલી પણ સામેલ છે. બધાને તેમની પાત્રતાથી વધીને ત્યાં જ આવાસની ફાળવણી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે 240માંથી લગભગ 118 રાજ્યસભા સભ્ય પોતાની પાત્રતાથી વધુના આવાસોમાં રહે છે, પરંતુ સદનમાં ભાજપનો સખત વિરોધ કરનારા અને સ્વસ્થ લોકતંત્ર બનાવી રાખનારા પ્રમુખ પ્રતિનિધિઓને નિધાનો બનાવવા અને હસ્તક્ષેપ કરવું એક દુઃખદ સ્થિતિ છે.

ટ્રાયલ કોર્ટે શરૂઆતમાં મારી અરજી સ્વીકારી લીધી હતી અને મને મધ્યસ્થ રાહત આપી હતી. તેણે હવે મારા કેસને કાયદાકીય ટેક્નિકતા પર પરત કરી દીધો છે, જેની બાબતે મને કાયદાકીય રૂપે સલાહ આપવામાં આવી છે કે આ કાયદાની ખોટી સમજ પર આધારિત છે. હું ઉચિત સમય પર કાયદા હેઠળ ઉચિત કાર્યવાહી કરીશ. પછી જે થઈ જાય, હું પંજાબ અને દેશના લોકોનો અવાજ નીડરતાથી ઉઠાવતો રહીશ, પછી તેના માટે મારે કોઈ પણ કિંમત ચૂકવવી પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp