UPમાં લોકસભાની ચૂંટણીમાં કેમ હારી BJP? પાર્ટીની સ્પેશિયલ ટીમે ગણાવ્યા કારણ
2024ની લોકસભાની ચૂંટણીમાં હારની સમીક્ષા રિપોર્ટ સાથે જોડાયેલી જાણકારી સામે આવી છે. અંદરથી ઘાત કરનારા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પણ નેતૃત્વની રડાર પર છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 100 ભાજપના ધારાસભ્યોની ટિકિટ કપાશે. જાતીય સમીકરણ પક્ષમાં હોવા છતા ઘણા ધારાસભ્ય પોતાની જ સીટ ન જીતાડી શક્યા. હારની સમીક્ષા કરી રહેલી ભાજપની સ્પેશિયલ ટીમે રાજ્ય નેતૃત્વને વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે.
વર્ષ 2022માં ભાજપે લગભગ 80 ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે ધારાસભ્યોએ લોકસભાના ઉમેદવાર વિરુદ્ધ માહોલ બનાવ્યો. ઘણી વિધાનસભાઓમાં ધારાસભ્યોની નિષ્ક્રિયતાથી પાર્ટીને નુકસાન થયું. એવા ધારાસભ્યોનું આખું વિવરણ તૈયાર કર્યું છે. સહયોગી પાર્ટીઓએ પણ ધારાસભ્યોની ભૂમિકાને લઈને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. વર્ષ 2027ની ચૂંટણીમાં આ વાતોને ધ્યાનમાં રાખીને જ પાર્ટી ટિકિટ આપશે.
ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 80 સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. આખા ચૂંટણી પ્રચાર દરમિયાન 80 સીટો જીતવાની વાત સ્ટાર પ્રચારકો પોતાની સભાઓમાં કરતા રહ્યા, પરંતુ પાર્ટીના પક્ષમાં માત્ર 33 સીટો જ આવી. ઉત્તર પ્રદેશમાં મળેલી હારની અસર સીધી રાષ્ટ્રીય સ્તર પર જોવા મળી. ભાજપ 240 સીટો સુધી જ પહોંચી શકી અને પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર ન બનાવી શકી. ભાજપના વોટ શેરમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જે પાર્ટી માટે ચિંતાનો વિષય છે.
ખરાબ ચૂંટણી વ્યવસ્થાનું ભાજપને ખૂબ નુકસાન ઉઠાવવું પડ્યું. હવે લખનૌથી લઈને દિલ્હી સુધી ભાજપના રણનીતિકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. લગભગ 35 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં ચૂંટણી પરિણામો પર ચર્ચા થઈ. બેઠક બાદ આગામી મહિનામાં જ સંગઠનમાં બદલાવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 15 જુલાઇ બાદ જ ભાજપ સંગઠનમાં મોટા પ્રમાણમાં બદલાવ જોવા મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp