CM યોગીના આદેશના સમર્થનમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતે કહ્યું- હિન્દુ-મુસ્લિમ...

PC: Khabarchhe.com

કાંવડ યાત્રા જે રસ્તા પરથી નિકળે ત્યાં તમામ દુકાનદારોને પોતાનું નામ લખવાનો UPની યોગી સરકારે આદેશ કર્યો છે, જેના પર વિવાદ ચાલુ થયો છે, ત્યારે ઈસ્લામિક સંગઠન ઓલ ઈન્ડિયા મુસલિમ જમાતે આ નિર્ણયનું સમર્થન કર્યું છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રજવી બરેલવીએ કહ્યું હતું કે, કાંવડ યાત્રાના માર્ગ પર ઢાબા સંચાલકો, ફળ વિક્રેતાઓ અને અન્ય દુકાનધારકોના માલિકાને પોલીસે જે એડવાઇઝરી જાહેર કરી છે, તેના પર રાજનીતિ ન થવી જોઈએ. મૌલાનાએ કહ્યું- પોલીસની એડવાઇઝરી કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે છે, કારણ કે આ એક ધાર્મિક યાત્રા છે અને પોલીસે આ વ્યવસ્થા એટલે લાગુ કરી છે, જેથી હિન્દુ-મુસ્લિમ વિવાદ ન થાય.

CM યોગીનો આદેશ- કાંવડ રુટ પર દરેક દુકાન પર લગાવવી પડશે નેમપ્લેટ, લખવું પડશે..

22 જુલાઇથી શ્રાવણનો પવિત્ર માસ શરૂ થઈ રહ્યો છે. શ્રાવણના પહેલા દિવસથી કાવડ યાત્રા શરૂ થઈ જશે. કાવડ યાત્રી હરિદ્વાર માટે નીકળી પડશે, પરંતુ યાત્રા અગાઉ ઉત્તર પ્રદેશ પોલીસના એક આદેશથી વિવાદ ગરમાઈ ગયો છે. યોગી સરકારે કાવડ રૂટની દુકાનો-લારીઓ માટે એક આદેશ જાહેર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે બધી દુકાનો, લારીઓ પર પોતાના નામ લખે જેથી કાવડ યાત્રી જાણી શકે કે કઇ દુકાનથી સામાન ખરીદી રહ્યા છે.

તમામ વિવાદો વચ્ચે મુખ્યમંત્રી યોગીએ કાવડ યાત્રીઓ માટે પગલાં ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે, આખા ઉત્તર પ્રદેશમાં કાવડ માર્ગો પર ખાવા પીવાની દુકાનો પર નેમપ્લેટ લગાવવી પડશે અને દુકાનો પર સંચાલક માલિકનું નામ અને ઓળખ લખવી પડશે. CMO મુજબ, કાવડ યાત્રીઓની આસ્થાની પવિત્રતા બનાવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હલાલ સર્ટિફિકેશનવાળી પ્રોડક્ટ્સ વેચનારાઓ પર પણ કાર્યવાહી થશે.

તો ઉત્તર પ્રદેશના મંત્રી કપિલ દેવ અગ્રવાલે આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, હરિદ્વાર ગૌમુખથી દેશભરના કાવડ યાત્રી ચાલીને પોતાના ગંતવ્ય તરફ જાય છે અને વિશેષ રૂપે તેમને મુઝફ્ફરનગરમાં આવવું પડે છે. જોવા મળ્યું છે કે કેટલાક લોકો પોતાની દુકાનો, ઢાબા. રેસ્ટોરાંના નામ હિન્દુ ધર્મના નામ પર લખે છે, જ્યારે ચલાવનાર મુસ્લિમ લોકો હોય છે. તેઓ મુસ્લિમ છે અમને કોઈ આપત્તિ નથી. પરેશાની ત્યાં આવે છે જ્યારે તેઓ નોનવેજ વેચે છે. હિન્દુ ધર્મના વૈષ્ણો ધાબા ભંડાર, શાકુંભરી દેવી ભોજનાલય, શુદ્ધ ભોજનાલય એમ લખીને તેઓ નોનવેજ વેચે છે. તેમાં મોટી આપત્તિ થાય છે.

તેમણે કહ્યું કે, મારી જિલ્લા પ્રશાસન પાસે ડિમાન્ડ હતી કે એવા ઢાબાઓ પર એ લોકોના નામ લખવવામાં આવે. તેમાં આપત્તિ શું છે? ઘણા વીડિયો વાયરલ થયા છે કે લોકો રોટલી પર થૂંકી રહ્યા છે અને રેસ્ટોરાંમાં થૂંકી પણ રહ્યા છે. પોલીસના એક આદેશે મુઝફ્ફરનગરના બજારોની તસવીરો બદલી દીધી છે. આ આદેશમાં પોલીસ તરફથી દલીલ આપવામાં આવી છે કે શ્રાવણના પવિત્ર મહિનામાં ઘણા લોકો ખાસ કરીને કાવડ યાત્રી પોતાના ખાન-પાનમાં ખાદ્ય સમગ્રીથી દૂરી બનાવે છે. પૂર્વમાં એવી ઘટનાઓ સામે આવી, જેમાં ખાદ્ય સામગ્રી વેચનાર કેટલાક દુકાનદારોએ પોતાની દુકાનોના નામ એ પ્રકારે રાખવામાં આવ્યા જેથી તેમનામાં ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ.

જેને રોકવા માટે શ્રદ્ધાળુઓની અસ્થાને જોતા કાવડ માર્ગ પર પડતી હોટલ, ઢાબા અને ખાનપાનની સામગ્રી વેચનાર દુકાનદારોને અનુરોધ કર્યો છે કે સ્વેચ્છાએ પોતાના માલિક અને કામ કરનારાઓના નામ પ્રદર્શિત કરે. પોલીસે દલીલ આપી છે કે તેમના આ આદેશનું ઉદ્દેશ્ય શ્રદ્ધાળુઓની સુવિધા અને કાયદો વ્યવસ્થા બનાવી રાખવાનું છે. ઉત્તર પ્રદેશ પોલીસના આ આદેશની અસર પણ દેખાઈ અને મુઝફ્ફરનગરની દુકાન, હોટલ અને લારીઓ પર લોકોએ પોતાના નામની પટ્ટી લગાવી દીધી. પ્રશાસનની દલીલ છે કે કાવડ યાત્રીઓની ધાર્મિક ભાવનાઓ ઠેસ ન પહોંચે એટલે આ આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેને કાવડ યાત્રી પણ યોગ્ય માને છે.

હિન્દુ સંગઠનોનો આરોપ છે કે કેટલાક દુકાનદાર નામ બદલીને, પોતાની ઓળખ છુપાવીને દુકાન ચલાવે છે. તેનાથી કાવડ યાત્રીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. તેને લઈને પોલીસ પાસે ફરિયાદ આવી તો તપાસ બાદ આ આદેશ આપવામાં આવ્યો. કાવડ યાત્રા માર્ગ પર સ્થિત ભોજનાલયોને તેમના માલિકોના નામ પ્રદર્શિત કરવા ઉત્તર પ્રદેશ પોલીસના આદેશ પર વિપક્ષી દળોની આપત્તિ બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ ગુરુવારે તેની નિંદા કરી અને કહ્યું કે, હિન્દુઓની આસ્થાની રક્ષા માટે એ જરૂરી છે. VHPના પ્રવક્તાએ કહ્યું કે, જો દુકાનદાર પોતાની ઓળખ અને નામ બતાવીને કારોબાર કરશે તો કોઈને કોઈ આપત્તિ નહીં હોય. તેમણે પૂછ્યું કે, તમે (દુકાનદાર) પોતાની ઓળખ છુપાવીને શું કરવા માગો છો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp