જમ્મુ-કાશ્મીરમાં પહેલી યાદી જાહેર થતા હોબાળો, ભાજપ ઓફિસ પર તોડફોડ
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી બધી રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઇ છે. ભાજપે સોમવારે પોતાના 44 ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે ભાજપના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જ્મ્મુ-કાશ્મીરમાં ભાજપની ઓફિસે તોડફોડ કરવામાં આવી હતી.
કાર્યકરોએ નારાજગી બતાવતા કહ્યું હતું કે, અમને પેરાશૂટ ઉમેદવારો નહીં જોઇએ. અહીં 20 વર્ષથી વધારે ભાજપના કાર્યકરો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે. ભાજપ પ્રદેશ રવીન્દ્ર રૈનાની ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ભારે હોબાળો મચવાને કારણે ભાજપે પહેલી યાદી કરવી પડી હતી. 2 કલાક પછી ફરી યાદી જાહેર કરવામાં આવી, જેમાં માત્ર 15 ઉમેદવારોના જ જાહેર કરવામાં આવ્યા અને થોડા સમય પછી વધુ એક ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું. કુલ 16 ઉમેદવારોના નામ જાહેર કરાયા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp