શું છે ઓપરેશન કાયાકલ્પ? જેના માટે યોગી સરકારે ખોલી દીધો પોતાનો ખજાનો

PC: thehindu.com

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સોમવારે નાણાકીય વર્ષ 2024-25નું વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ બજેટમાં યોગી સરકારે શિક્ષણ ક્ષેત્ર સહિત અલગ અલગ પરિયોજનાઓ માટે પોતાનો ખજાનો ખોલી દીધો. નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ બજેટમાં 'ઓપરેશન કાયાકલ્પ' માટે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. સુરેશ ખન્નાએ બજેટ રજૂ કરતા વિધાનસભામાં જણાવ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ભણનારા લગભગ 2 કરોડ કરતા વધુ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ માટે નિઃશુલ્ક સ્વેટર અને બૂટ, મોજા ઉપલબ્ધ કરાવવા માટે 650 કરોડ, શાળાની બેગ માટે 350 કરોડ રૂપિયાની વ્યવસ્થા પ્રસ્તાવિત છે.

તેમણે કહ્યું કે, બજેટમાં જે નબળા અને વંચિત વર્ગના 2 લાખ કરતા વધુ બાળકોને નાણાકીય વર્ષ 2024-25માં એડમિશન અપાવવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે, તેના માટે 255 કરોડ રૂપિયાની વ્યવસ્થા પ્રસ્તાવિત છે. નાણા મંત્રીએ કહ્યું કે, સરકારે ઓપરેશન કાયાકલ્પ હેઠળ શિક્ષણ માટે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. સુરેશ ખન્નાએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24માં 200 કરોડ રૂપિયાથી ગ્રામ પંચાયત અને વોર્ડ સ્તર પર ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી રહી છે જેના માટે નાણાકીય વર્ષ 2024-25માં 498 કરોડ રૂપિયાના બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરીબી રેખાથી ઉપરના લગભગ 30 લાખ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ યુનિફોર્મ વિતરીત કરવા માટે 168 કરોડ રૂપિયા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, વર્ષ 2024-25 સુધી રાજ્યની બધી સરકારી સેકન્ડરી શાળાને આધારભૂત સુવિધાઓથી લેસ કરવા અને દરેક રાજકીય માધ્યમિક શાળામાં સ્માર્ટ ક્લાસ અને ICT પ્રયોગશાળાની વ્યવસ્થા કરવા માટે સમગ્ર શિક્ષણ યોજના હેઠળ 516.64 કરોડ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. એટલું જ નહીં નોન ગવર્મેન્ટ શાળામાં સુવિધાઓ સારી કરવા માટે 200 કરોડ રૂપિયા આપવામાં આવશે.

રાજકીય સંસ્કૃત શાળામાં છાત્રાલયો અને નાના રમતના મેદાનોના નિર્માણ માટે 10.46 કરોડ રૂપિયા અને ગોરખપુરમાં સૈનિક શાળાના સંચાલન માટે 4 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ કહ્યું કે, શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શિક્ષુતા પ્રોત્સાહન યોજના' હેઠળ 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એ સિવાય નવી સરકારી કોલેજોની સ્થાપના અને નિર્માણ કાર્યો પૂરા કરવા માટે 55 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp