વસુંધરા રાજે રાજસ્થાનના CM ન બની શક્યા, હવે શું વિકલ્પ બચ્યા છે?

PC: nationalheraldindia.com

રાજસ્થાનમાં છેલ્લાં 10 દિવસની ખેંચતાણ પછી મંગળવારે મોડી સાંજે ભાજપે બ્રાહ્મણ સમાજના ભજનલાલ શર્માને મુખ્યમંત્રી તરીકે જાહેર કરી દીધા છે. જેને કારણે વસુંધરા રાજે મુખ્યમંત્રી બનશે એવી અટકળો પર વિરામ લાગી ગયો છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને પાવરફુલ નેતા વસુંધરા રાજેને મુખ્યમંત્રી તરીકે પછડાટ મળી છે તો હવે તેમની પાસે કયા વિકલ્પ બચ્યા છે?

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થઇ ગયા હતા અને ભાજપે બહુમતી મેળવી હતી. પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે તે વિશે ભારે મથામણ ચાલી રહી હતી. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં એ પહેલા મુખ્યમંત્રી જાહેર થઇ ગયા હતા. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહે ખુરશી છોડવી પડી અને છત્તીસગઢમાં પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહને પણ ભાજપે CM ન બનાવ્યા. પરંતુ રાજકારણના જાણકારોનું માનવું હતું કે વસુંધરા રાજે શિવરાજ અને રમણ સિંહ જેવા નથી. એક લડાયક મહિલા છે અને જલ્દી કેડો છોડે તેવા નથી. તેમણે પોતાનું વજન વધારવા માટે પ્રેસર પોલિટિક્સ પણ અજમાવ્યું હતું. જો કે, જાણકારોનું કહેવું છે કે ભાજપનું હાઇકમાન્ડ વસુંધરા રાજેના પ્રેસર પોલિટિક્સથી કંટાળી ગયા હતા.

વસુંધરા રાજેનું કોડડું ઉકેલવા માટે ભાજપે રાજનાથ સિંહ, વિનોદ તાયડે અને સરોજ પાંડેને રાજસ્થાનમાં નિરિક્ષક તરીકે મોકલ્યા હતા. રાજનાથ સિંહના વસુંધરા રાજે સાથે સંબંધ સારો હોવાથી તેમના ખાસ મોકલવમાં આવ્યા હતા.

આખરે મંગળવારે વસુંધરા રાજેના હાથમાં એક ચિઠ્ઠી આપવામાં આવી અને વસુંધરાએ જ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી.

હવે જાણકારોનું કહેવું છે કે, વસુંધરા રાજેને કદાચ કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવી શકે છે. 2024માં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વસુંધરાને તક મળી શકે.

બીજી એક શક્યતા એવી પણ છે કે વસુંધરા રાજેને લોકસભાના અધ્યક્ષ બનાવી દેવામાં આવે. વર્તમાનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા છે.

ભાજપ પાસે ત્રીજો વિકલ્પ એ છે કે વસુંધરા રાજેને જો વસુંધરા રાજેને કેન્દ્રમાં મંત્રી અને લોકસભા અધ્યક્ષ ન બનાવવામાં આવે તો તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવી શકે છે.

જો કે આ વખતે PM નરેન્દ્ર મોદીએ 3 રાજ્યોમાં મુખ્યમંત્રી તરીકેના જે ચહેરા જાહેર કર્યા તેમાં એક વાતનો મેસેજ એ પણ છે કે PM મોદી સિવાય કોઇનું ચાલતું નથી. સિનિયર નેતા શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજેને પણ સાઇડમાં બેસાડી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp