બીમાર પત્નીને ગળે મળીને ભાવુક થયા મનીષ સિસોદિયા, CM કેજરીવાલ બોલ્યા- આ તસવીર...

PC: ndtv.com

દિલ્હીમાં કથિત આબકારીનીતિ કૌભાંડ કેસમાં જેલમાં બંધ પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા શનિવારે પોતાની બીમાર પત્ની સીમાને મળવા માટે પોતાના ઘરે પહોંચ્યા. દિલ્હીની એ કોર્ટે શુક્રવારે તેમને સુરક્ષાની ઉપસ્થિતિમાં સવારે 10:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા વચ્ચે પોતાની પત્નીને મળવાની મંજૂરી આપી હતી. પોલીસકર્મીઓ સાથે સિસોદિયા સવારે લગભગ 10:00 વાગ્યે જેલ વેનમાં મથુરા રોડ સ્થિત પોતાના ઘરે પહોંચ્યા હતા અને મુલાકાતનો સમય પૂરો થયા બાદ જેલ ફરી ગયા. પરત ફરતી વખત સિસોદિયા પોતાની પત્નીને મળીને ભાવુક નજરે પડ્યા. તેની તસવીર હવે કેજરીવાલે સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

પોતાની પત્ની સાથે વિતાવેલા સંક્ષિપ્ત સમય દરમિયાન સિસોદિયાએ 'નાની દિવાળી' પર પોતાના ઘરમાં દીવા સળગાવ્યા. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જેલ ફરવા માટે ઘરથી નીકળતી વખત પત્નીને ગળે લગાવતા સિસોદિયાની એક તસવીર શેર કરતા લખ્યું કે, 'આ તસવીર પીડાદાયક છે. શું એ વ્યક્તિ સાથે એવો અન્યાય કરવો યોગ્ય છે, જેણે દેશના ગરીબ બાળકોને આશા આપી?' ઉલ્લેખનીય છે કે, જૂનમાં પણ સિસોદિયાને દિલ્હી હાઇ કોર્ટે પત્ની સીમાને મળવાની મંજૂરી આપી હતી.

તે મલ્ટિપલ સ્કેલેરોસિસથી પીડિત છે. જો કે, તેઓ તેને મળી શક્યા નહોતા કેમ કે તેની હાલત અચાનક બગડ્યા બાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવી પડી હતી. ફરી એક વખત કોર્ટે સિસોદિયાને મળવાની મંજૂરી આપતા તેમને મીડિયા સાથે વાત ન કરવા કે કોઈ પણ રાજનીતિ ગતિવિધિઓમાં સામેલ ન થવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, એ પહેલા જ રેકોર્ડમાં છે કે તેમની પત્ની મલ્ટિપલ સ્કેલેરોસિસથી પીડિત છે અને દાવો કરવામાં આવ્યો છે કે તે છેલ્લા 20 વર્ષોથી તેનાથી પીડિત છે. કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે મુલાકાત દરમિયાન સિસોદિયા દ્વારા કોઈ પણ રાજનીતિક બેઠક, કોઈ રાજનીતિક ભાષણ આપવામાં નહીં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp