બિટ્ટુ બજરંગી ઝડપાતા VHPએ કહ્યું- બજરંગ દળનો એની સાથે સંબંધ નથી, અમે હિન્દુ...

PC: twitter.com

હરિયાણાના નૂહ જિલ્લામાં થયેલી હિંસા બાદ પોલીસે અત્યારસુધીમાં 242 લોકોની ધરપકડ કરી લીધી છે, જેમાં વધુ એક મોટી સફળતા પોલીસને મળી છે, જેમાં લોકોને ભડકાવનાર બિટ્ટુ બજરંગીને પણ પકડી લેવામાં આવ્યો છે. બિટ્ટુ બજરંગી પોતાને બજરંગ દળનનો નેતા કહેતો હતો, પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે તેની આ વાતને ફગાવી દીધી છે. વિશ્વ હિન્દુ પરિષદે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, રાજકુમાર ઉર્ફે બિટ્ટુ બજરંગી, જેને બજરંગ દળનો કાર્યકર્તા કહેવાય રહ્યો છે, તેનો બજરંગ દળ સાથે કોઈ સંબંધ નથી રહ્યો. તેના દ્વારા કથિત રૂપે જાહેર કરવામાં આવેલા વીડિયોની સામગ્રીને પણ વિશ્વ હિન્દુ પરિષદ યોગ્ય નથી માનતી.

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવેશ ચૌધરીએ કહ્યું હતું કે, અમે ક્યારેય એવા વ્યક્તિને અમારી સાથે નથી લેતા, જેમાં હિન્દુ સંસ્કૃતિની સમજ ના હોય. અમારો બિટ્ટુ બજરંગીથી ક્યારેય સંબંધ નથી રહ્યો. અમે હિન્દુ સંસ્કૃતિને પ્રોત્સાહ ન આપવા કામ કરીએ છીએ અને અમારી સંસ્કૃતિમાં હિંસા અને હિંસાની વાતને કોઈ સ્થાન નથી. અમે નૂહમાં લડવા નહોતા ગયા. ના અમે ત્યાં કોઈ હિંસાની વાત કરી, જે દોષી છે તેને સજા આપવામાં આવે.

હરિયાણાના નૂહમાં થયેલી હિંસાનો આરોપી બિટ્ટૂ બજરંગીને તેના ઘરમાંથી પોલીસે પકડી પાડ્યો છે. બિટ્ટૂને નૂહ જિલ્લાના તાવડૂ પોલીસ સ્ટેશનની ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ પકડ્યો છે. નૂહમાં બ્રજમંડળની યાત્રા પહેલા બિટ્ટૂએ ઘણાં ભડકાઉ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ મામલામાં તેના પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે જામીન પર તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી બિટ્ટૂની ધરપકડ માટે સોશિયલ મીડિયા પર માગણી કરવામાં આવી રહી હતી. આરોપી પર સરકારી કામમાં મુશ્કેલી પેદા કરવા, શસ્ત્રો છીનવી લેવા અને પોલીસ સાથે ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપીની ધરપકડ ફિલ્મી સ્ટાઇલમાં થઇ છે. તેને પકડવાનો વીડિયો સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. જેમાં જોઇ શકાય છે કે ક્રાઈમ બ્રાંચની ટીમ સાદા કપડામાં શસ્ત્રોથી સજ્જ ત્રણ કારોના કાફલામાં આરોપીના ઘરે પહોંચે છે. પોલીસની ટીમને જોઇ આરોપી ભાગવાની કોશિશ કરે છે. ત્યાર પછી પોલીસની ટીમ તેનો પીછો કરે છે અને બિટ્ટૂને પકડી લે છે. જે ગલીમાં આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યાં અફરાતફરીનો માહોલ થઇ ગયો. વીડિયોમાં બિટ્ટૂની પાછળ પોલીસની ટીમને ભાગતા જોઇ શકાય છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે એક પછી એક પોલીસકર્મી બિટ્ટૂની પાછળ ભાગી રહ્યા છે અને ભારે શરીરવાળો આરોપી બિટ્ટૂ પોલીસથી ભાગતો જોવા મળી રહ્યો છે.

નૂહ હિંસા પહેલા બિટ્ટૂ બજરંગીનો વીડિયો વાયરલ થયો હતો

જણાવીએ કે બિટ્ટૂ બજરંગીનું અસલી નામ રાજકુમાર છે. તે ગૌરક્ષા બજરંગ ફોર્સનો અધ્યક્ષ પણ છે. 31 જુલાઈ પહેલા સોશિયલ મીડિયા પર આરોપીએ એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં બિટ્ટૂએ કહ્યું હતું કે, તેમને આખી લોકેશન આપી દો કે હું ક્યાં ક્યાં આવી રહ્યો છું. નહીંતર પછી કહેશે કે કહ્યું નહીં તમે આવ્યા અને મળ્યા નહીં. માટે અમે બધી લોકેશન આપી રહ્યા છે. અમારા માટે ફૂલોની માળા તૈયાર રાખજો. વીડિયો દરમિયાન આરોપી તેના સમર્થકોને પણ જુએ છે. તે કહે છે કે, તે હાલમાં ફરીદાબાદના પાલીમાં છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો નૂહ હિંસાના દિવસનો એટલે કે 31 જુલાઈની સવારનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp