ચૂંટણી પંચે શરદ પવારને એવું ચૂંટણી ચિહ્ન આપ્યું કે VHPને વાંધો પડી ગયો
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારની મુશ્કેલી ઓછું થવાની નામ લેતી નથી. ચૂંટણી પંચે ભત્રીજા અજિત પવારને NCPના હકદાર બનાવી દીધા અને ચૂંટણી પંચે શરદ પવારને નવું નામ સુચવવા અને ચિહ્ન સુચવવા કહ્યું હતું. હવે વિશ્વ હિંદુ પરિષદને શરદ પવારની પાર્ટીને અપાયેલા ચિહ્ન સામે વાંધો પડ્યો છે.
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથને હવે નવું નામ અને ચૂંટણી ચિન્હ મળી ગયા છે. ચૂંટણી પંચે શરદ પવાર જૂથની પાર્ટી 'NCP શરદ ચંદ્ર પવાર'ના નવા નામને મંજૂરી આપી હતી. શરદ જૂથનું ચૂંટણી ચિન્હ વૃક્ષ છે, જેના વિશે હવે વિશ્વ હિન્દુ પરિષદે વાંધો ઉઠાવ્યો છે VHPનું કહેવું છે કે વટવૃક્ષ તેમના સંગઠનનું રજિસ્ટર્ડ સિમ્બોલ છે.
ચૂંટણી પંચે શરદ પવાર જૂથને બુધવારે સાંજ સુધીની સમયમર્યાદા આપી હતી કે તેઓ નવા પક્ષનું નામ અને ચિહ્ન નક્કી કરવા માટેના વિકલ્પો સૂચવી શકે, ત્યારબાદ તેઓએ તેમના પક્ષ માટે નવા નામ રજૂ કર્યા, જેમાંથી એકને ચૂંટણી પંચે મંજૂર કર્યું હતું.
ચૂંટણી પંચે મંગળવારે શરદ પવાર જૂથને ઝટકો આપ્યો અને અજિત જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું. પંચે કહ્યું હતું કે તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને, અજીતનું જૂથ જ અસલી NCP છે.
ચૂંટણી પંચના આ નિર્ણયથી અજિત પવાર જૂથને NCPના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તમામ દસ્તાવેજી પુરાવાઓનું વિશ્લેષણ કર્યા પછી, પંચે કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે અજીતના જૂથનું પાર્ટી ઉપરાંત સંગઠન પર વર્ચસ્વ છે. અજિત પવાર જૂથ પાસે સંખ્યાબળ પણ વધારે છે. જેના કારણે પાર્ટીનું નામ અને ચિન્હ બંને અજીત જૂથને આપવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે શરદ પવાર વિરુદ્ધ અજિત પવાર જૂથ કેસમાં 147 પાનાનો આદેશ આપ્યો છે. આ ક્રમમાં પંચે બંને જૂથોના તમામ મુદ્દાઓ અને પુરાવાઓનું વિશ્લેષણ કર્યું છે. પંચે તમામ દસ્તાવેજી પુરાવાઓનું વિશ્લેષણ કર્યું છે અને કહ્યું છે કે તે સ્પષ્ટ છે કે અજીતના જૂથનું પાર્ટી સિવાય પાર્ટી અને સંગઠન પર વર્ચસ્વ છે.
ગયા વર્ષે અજિત પવારે બળવો કરીને NCP સાથે છેડો ફાડીને મહારાષ્ટ્ર સરકારને સમર્થન આપ્યું હતું અને તેમની સાથે અનેક ધારાસભ્યો પણ ભાજપ અને શિવસેના સરકારમાં જોડાઇ ગયા હતા. અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવાવમાં આવ્યા હતા. એ પછી અજિત પવારે NCP પર દાવો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp