21 વર્ષીય સાંસદે સદનમાં કયું ગીત ગાયું, જે ખૂબ થઈ રહ્યું છે વાયરલ

PC: indiatoday.in

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સંસદનો છે. ભારતની નહીં ન્યૂઝીલેન્ડની સંસદ. એક સાંસદ ભાષણ દરમિયાન કંઈક ગાતા નજરે પડી રહ્યા છે. બોલ્ડ એક્સપ્રેશન્સ અને શાનદાર અવાજ સાથે. તેનો આ અંદાજ અને પસંદગીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. સાંસદનું નામ છે. હાના-રાવિતી માઈપી ક્લાર્ક, તેઓ માત્ર 21 વર્ષીય છે. 170 વર્ષમાં ન્યૂઝીલેન્ડના સૌથી યુવા સાંસદ અને આ સાંસદ તરીકે તેમનું પહેલું જ ભાષણ હતું.

શું ગાઈ રહ્યા હતા?

હાના ન્યૂઝીલેન્ડના માઓરી સમુદાયથી આ છે. જે દેશનો બીજો સૌથી મોટો જાતીય સમૂહ છે, જે ક્લિપ વાયરલ થઈ રહી છે તેમાં હાના, માઓરી કલ્ચરનો જ એક ડાન્સ ફોર્મ કરી રહી છે. તેને હાકા કહેવામાં આવે છે. આ એક પ્રકારનો યુદ્ધઘોષ પણ છે. મોટા ભાગે ગ્રુપમાં કરવામાં આવે છે. માઓરી સંસ્કૃતિ હેઠળ અલગ અલગ સામાજિક કાર્યક્રમો માટે પારંપારિક રૂપે પુરુષ અને મહિલાઓ બંને તેને પરફોર્મ કરે છે. હાથો અને પગોની શાનદાર હરકત સાથે એક લયમાં બૂમો પાડતા ગાય છે. હાનાએ પોતાનું આખું ભાષણ તામરિકી માઓરીને સમર્પિત કર્યું.

તેમણે કહ્યું કે, હું તમારા માટે મરી જઈશ, પરંતુ તમારા માટે જ જીવીશ. આજનું આ ભાષણ અમારા બધા બાળકોને સમર્પિત છે. તે તામરિકી માઓરી, જે આખી જિંદગી પોતાની ક્લાસમાં પાછળ બેસી રહ્યા. પેઢીઓથી પોતાની માતૃભાષા શીખવા માટે રાહ જોતા રહ્યા. હવે તેમનો ઇંતજાર સમાપ્ત થઈ ગયો છે. તમારે કોઇની જેમ બનવાની જરૂરિયાત નથી, તમે જેવા છો, ખૂબ સારા છો.

હાના કોણ છે?

ધ ગાર્જિયનના રિપોર્ટ મુજબ, હાના ઑકલેન્ડ અને હેમિલ્ટન વચ્ચે એક નાનકડા શહેર હંટલીથી છે. તેઓ ત્યાં એક માઓરી સામુદાયિક ગાર્ડન ચલાવે છે, જય સ્થાનિક બાળકોને ગાર્ડનિંગ અને મરામાતાક બાબતે શીખવવાના આવે છે. મરામાતાકા એટલે કે માઓરી કેલેન્ડરના હિસાબથી પ્લાન્ટિંગ. હાનાએ એક પુસ્તક પણ લખ્યું છે જેમાં ચાંદ-તારા અને તેમની શક્તિઓ બાબતે વાત કરે છે. તેઓ ન્યૂઝીલેન્ડમાં મૂળ સમુદાયોના અધિકારો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં હાનાએ નાનાયા મહુતાને હરાવ્યા હતા. વર્ષ 1972માં હાનાના પરદાદા વાયરમુ કટેને પહેલા માઓરી મંત્રી બન્યા હતા. હાનાના કાકી તે-હેમારાએ 1972માં ન્યૂઝીલેન્ડ સંસદમાં માઓરી ભાષામાં અરજી આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp