વિદિશા લોકસભા બેઠક: શિવરાજ સિંહ ચૌહાણ 20 વર્ષ પછી ફરી લડી રહ્યા છે

PC: bhaskar.com

મધ્ય પ્રદેશની વિદિશા લોકસભા બેઠક પર ભાજપે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ આપી હતી અને તેમની સામે કોંગ્રેસે પ્રતાપ ભાનૂ શર્માને મેદાનમાં ઉતારેલા. 7મે 2024ના દિવસે આ બેઠક પર મતદાન થયું હતું અને લગભગ 73.15 ટકા મતદાન થયું હતું.

શિવરાજ સિંહ ચૌહાણ આ બેઠક પર 20 વર્ષ પછી ફરીથી લોકસભા લડ્યા. વિદિશામાં 8 વિધાનસભા બેઠકો આવે છે, જમાંથી 7 પર ભાજપનો કબ્જો છે અને 1 કોંગ્રેસની પાસે છે. આ બેઠક પર દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, દિવગંત પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને શિવરાજ સિંહ ચૌહાણ ચૂંટણી લડી ચૂક્યા છે. 1980 અને 1984માં કોંગ્રેસના પ્રતાપ ભાનૂ શર્મા આ બેઠક પરથી ચૂંટણી જીતેલા. શિવરાજ 4 વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp