કોંગ્રેસમાં મોટું ગાબડું,વિજય કેલ્લાએ કોંગ્રેસ છોડી, ભાજપમાં જોડાશે

15 Nov, 2017
07:22 PM
PC: khabarchhe.com

એક તરફ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઉમેદવારોની યાદી ફાઈનલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ અમદાવાદ કોંગ્રેસ સહિત ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસનાં સિનિયર નેતા વિજય કેલ્લાએ કોંગ્રેસને છોડી દીધી છે.

વિજય કેલ્લાની સાથે કોંગ્રેસનાં અન્ય એક આગેવાન અભય રાજપુતે કોંગ્રેસને તિલાંજલિ આપી દીધી છે. વિજય કેલ્લાએ રિલીફ કમિટીનાં ચેરમેનપદેથી રાજીનામું આપ્યા બાદ 17મી નવેમ્બરે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.

અત્રે નોંધનીય છે કે જ્યારે વિધાનસભા ચૂંટણીને ગણતરીના જ દિવસોની વાર છે. ત્યારે આ પ્રકારના ગાબડાં કોંગ્રેસ માટે ભારે પડી શકે છે. જોકે કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપમાં ડરનો માહોલ ફેલાયો છે. તેથી ખરીદ-વેચાણની નીતિ અપનાવી રહી છે, પરંતુ આવા નેતાઓ ભાજપમાં જવાથી કોંગ્રેસને નુકશાન નહીં પરંતુ ફાયદો જ થશે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિજય કેલ્લાએ જણાવ્યું હતું કે, 133 વર્ષની કોંગ્રેસ હવે જર્જરીત થઈ ગઈ છે. તેમણે ભરતસિંહ સોલંકીની કામગીરી પર પ્રશ્ન ઉઠાવી કહ્યું કે, ભરતસિંહ પોતાના પિતા માધવસિંહ સોલંકીની ખામ થીયરીના રસ્તે જઈ રહ્યા છે. માધવસિંહની ખામ થીયરી નિષ્ફળ ગઈ હતી, હવે ભરતસિંહ નવા સ્વરૂપે ખામ થીયરી લાગુ કરી પક્ષને નુકશાન પહોંચાડી રહ્યા છે.

વિજય કેલ્લાએ કહ્યું કે વિકાસની સામે આંગળી ચિંધવાથી કોંગ્રેસમાં પ્રાણ ફુંકાશે એ વાત માનવાને કોઈ કારણ નથી. કોંગ્રેસ અને ભરતસિંહ સોલંકીએ પાર્ટીને મોટું નુકશાન કર્યું છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: