કોંગ્રેસના ઉમેદવારનું તિકડમ, વોટ પણ આપજો અને સાથે 10 રૂપિયાની નોટ પણ આપો

PC: livehindustan.com

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ માહોલ પણ રોમાંચક બની રહ્યો છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર દિનેશ યાદવ અનોખા અંદાજમાં પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. દિનેશ યાદવ જનતાની વચ્ચે વોટ માંગવા જઇ રહ્યા છે અને વોટની સાથે સાથે નોટ પણ માંગી રહ્યા છે.

અત્યારે સુધી રાજકારણમાં આપણે એવું સાંભળતા આવ્યા છે કે ચૂંટણીમાં વોટ સામે નોટ ઉમેદવાર આપતા હોય. આવા અનેક કિસ્સાઓ ચૂંટણીમાં સામે આવતા હોય છે, પરંતુ જબલપુરમાં ઉલટું ચિત્ર જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર મતદારો પાસે વોટ તો માંગી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે નોટ પણ આપો એવું કહી રહ્યા છે.

જાણવા મળેલી વિગત મુજબ દિનેશ યાદવ મધ્યમ વર્ગના વેપારી છે, પરંતુ રાજકારણમાં વર્ષોથી સંકળાયેલા હોવાને કારણે તેમની ઇમેજ એક રાજનેતાની છે. પરંતુ દિનેશ યાદવ આર્થિક રીતે વધારે સંપન્ન નથી.

દિનેશ યાદવ ઇ- રિક્ષામાં બેસીને પણ પ્રચાર કરતા જોવા મળ્યા છે. પ્રજાની વચ્ચે પહોંચી રહેલા દિનેશ યાદવે કહ્યું કે આખો દેશ જાણે છે કે કોંગ્રેસના બધા બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટી અને ઉમેદવારો પાસે ચૂંટણી લડવાના પણ પૈસા નથી. તેમણે કહ્યું કે, પ્રજાની વચ્ચે જઇને હું વોટ તો માંગી શકું, એમાં કઇં ખર્ચ ન આવે, પરંતુ અન્ય આવશ્યક કામ માટે પૈસાની જરૂરત પડશે. આવી સ્થિતિમાં જનતા પાસેથી જ મને સહયોગની અપેક્ષા છે એમ યાદવે કહ્યું હતું.

દિનેશ યાદવે કહ્યુ કે, કોંગ્રેસના બધા ખાતા સીઝ થઇ જવાને કારણે હવે પોતે જનતા પાસે સહયોગ માંગી રહ્યા છે. તેઓ જનતાને કહે છે કે, લોકસભામાં તમારે મને મતતો આપવાનો જ છે, પરંતુ 10 રૂપિયાનો સહયોગ પણ આપો. દિનેશ યાદવ કહે છે કે વધારેમાં વધારે હું 100 રૂપિયાની મદદ લોકો પાસેથી લઉં છુ. એનાથી વધારે મને જરૂરિયાત પણ નથી.

દિનેશ યાદવ સાથે એવો પણ દાવો કરે છે કે, પ્રજાનો તેમને ભરપૂર સહયોગ મળી રહ્યો છે અને 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ પછી તેમનું વિજય સરઘસ પણ નિકળશે જે મીડિયાના કેમેરમાં રેકોર્ડ થશે. હવે 4 જૂને જ્યારે લોકસભાના પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડશે કે દિનેશ યાદવનો દાવો કેટલો સાચો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp