ભાજપના સાંસદે કહ્યું- કમળને વોટ આપજો, નહીં તો લક્ષ્મી માતા રિસાઇ જશે

PC: news18.com

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે અને બધી રાજકીયા પાર્ટીઓ પોત પોતાની તૈયારીમાં અને સમીકરણો ગોઠવવામાં લાગી ગઇ છે. ભારતીય જનતા પાર્ટીએ પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કરવા માંડી છે અને દિગ્ગજ નેતાઓને કામ પણ સોંપી દેવામાં આવ્યા છે. દરેક નેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 9 વર્ષના કાર્યકાળની સિદ્ધિ વર્ણવવા માટે લોકો સમક્ષ જવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના બાગપતના ભાજપના સાંસદે લોકોને કહ્યું કે, કમળને વોટ આપજો, નહીં તો લક્ષમી માતા રિસાઇ જશે. ભાજપના સાંસદનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં આવી ગયું છે. નેતાઓ મતદારોને લલચાવવા માટે કઇ પણ બોલી દેતા હોય છે.

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં રાજકીય પક્ષોની સાથે-સાથે પાર્ટીના નેતાઓએ પણ જનતાને પોતાના પક્ષમાં કરવા માટે પ્રચાર શરૂ કરી દીધો છે. હાલમાં જ બાગપતથી ભાજપના સાંસદ સત્યપાલ સિંહનું એક નિવેદન સામે આવ્યું છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.

હકિકતમાં, સાંસદ સત્યપાલ સિંહે મંચ પર કમળના ફૂલ પર મતદાન કરવાની અપીલ કરી અને કહ્યું, કમળને મત આપો, નહીં તો લક્ષ્મીજી ગુસ્સે થઈ જશે.બાગપતના ભાજપ સાંસદ સત્યપાલ સિંહ લાભાર્થી સંમેલનને સંબોધિત કરવા બડૌત પહોંચ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા સાંસદે શાસ્ત્રોને પણ ટાંક્યા અને કહ્યું કે કમળનું ફૂલ એ લક્ષ્મીજીનું આસન છે, જે લોકો પોતાના ઘરમાં લક્ષ્મી ઈચ્છે છે તેમના ઘરમાં કમળ હોવું જોઈએ. આથી આગામી લોકસભા ચૂંટણીમાં કમળનું બટન દબાવવું પડશે અને જે લોકો કમલ સાથે નહીં હોય તેમના પર લક્ષ્મીજી નારાજ થશે.

સાથે જ ભાજપના નેતાએ એમ પણ કહ્યું કે, આ હું નથી કહી રહ્યો, આ દેશના શાસ્ત્રો  પણ આવું જ કહી રહ્યા છે. તેમણે કહ્યું કે, લક્ષ્મી માતાને ન તો  ગાડી જોઇએ. ન તો કાર જોઇએ કે ન તો સાયકલ જોઇએ. લક્ષ્મીજીને તો માત્ર કમળનું ફુલ જ જોઇએ. આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 9 વર્ષના કાર્યકાલની ઉપલબ્ધિઓ વિશે પણ વાત કરી હતી.

સાંસદે કહ્યું કે ગરીબ મજૂરોને જે સન્માન છેલ્લા 9 વર્ષમાં મળ્યું તે 70 વર્ષમાં મળ્યું નથી. આ દરમિયાન તેમણે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે  ભાજપના કુળને વધારવા માટે તેઓએ ઘરે-ઘરે જઈને કામ કરવું પડશે. સત્યપાલ સિંહ સતત બીજી વખત બાગપત લોકસભા સીટથી સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ પહેલીવાર 2014માં આ બેઠક પરથી સાંસદ બન્યા હતા. જ્યારે 2019માં તેઓ બીજી વખત ચૂંટણી જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp