PM મોદીએ કહ્યુ-અમે ED કે કોઈ એજન્સીને નથી આપતા નિર્દેશ,તેમણે સ્વતંત્ર રીતે કામ..

PC: twitter.com/narendramodi

વિપક્ષનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર CBI, ED અને આવકવેરા વિભાગ જેવી એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ વિપક્ષી નેતાઓને ડરાવવા ધમકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓએ સૌથી વધુ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર સરકાર માટે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દા પર મૌન તોડ્યું છે અને સ્પષ્ટ કરી દીધું કે, એજન્સીઓ સરકારના ઇશારા પર કામ કરી રહી નથી. અમે એજન્સીઓની પ્રક્રિયાઓમાં અવરોધ કે નિર્દેશન કરતા નથી; તેણે સ્વતંત્ર રીતે કામ કરવું જોઈએ અને તેનું મૂલ્યાંકન ન્યાયતંત્રના માપદંડો દ્વારા કરવામાં આવે છે

તમિલનાડુની એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર રૂપે કામ કરે છે. તેમણે એ આરોપોનું પણ ખંડન કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે, ભજપનાા નેતૃત્વવાળી સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે ન તો તેમના કામમાં બાધા નાખીએ છીએ અને ન તો તેમણે નિર્દેશ આપીએ છીએ. તેઓ (કેન્દ્રીય એજન્સીઓ) સ્વતંત્ર રૂપે કામ કરે છે. તેનું મૂલ્યાંકન કોર્ટના ત્રાજવા સાથે કરી શકાય છે.

ED તરફથી વર્તમાનમાં જે કેસોની તપાસ કરવામાં આવી રહી છે, તેમાંથી 3 ટકા કરતા ઓછા રાજનીતિ સાથે જોડાયેલા છે. વર્તમાનમાં ED પાસે 7,000 કેસ છે, જેમાંથી 3 ટકાથી પણ ઓછા રાજનેતાઓ સાથે સંબંધિત છે. વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, તેમના (વિપક્ષ) 20 વર્ષના કાર્યકાળમાં માત્ર 35 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ અમારા કાર્યકાળમાં EDએ 2,200 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.

તેમણે વિપક્ષના એ આરોપોનો પણ જવાબ આપ્યો, જેમાં કહેવામાં આવ્યું કે, એજન્સીઓ માત્ર એ લોકો વિરુદ્ધ એક્શન લઈ રહી છે, જે ભાજપ સાથે જોડાયેલા નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, EDની કાર્યવાહી કરવાની પ્રક્રિયા એક જેવી રહી છે, ભલે સત્તામાં કોઈ પણ હોય. તેમણે કહ્યું કે, પાર્ટી ભલે જે હોય, પરંતુ પ્રક્રિયા એક જેવી રહી છે. ED પોતે કોઈ કેસને શરૂ કરતી નથી. પહેલા અલગ અલગ વિભાગોએ કેસ નોંધવાના હોય છે, પછી ED એક્શન લે છે.

પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA) કાયદો ઘણા સમયથી છે, પરંતુ (વિપક્ષ)એ તેનો ક્યારેય ઉપયોગ કર્યો નથી. PMLA કાયદાથી છૂટ માટે 150 કરતા વધુ કેસ નોંધવામાં આવ્યા છે. તેઓ (વિપક્ષ) એક અધિકારીને હટાવવા કે બનાવી રાખવા માટે સુપ્રીમ કોર્ટ સુધી જતા રહ્યા. તેમણે ન્યાયપાલિકાનો એક હથિયારના રૂપમાં ઉપયોગ કર્યો કેમ કે તેમને ખબર છે કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદીની કાર્યવાહી નહીં રોકાય. તેમને લાગે છે કે તેઓ કોર્ટના માધ્યમથી સંગઠનોને રોકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp