વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મધ્ય પ્રદેશ મોકલેલા સિનિયર નેતાઓનું શું થયું?

PC: telegraphindia.com

તાજેતરની મધ્ય પદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 3 કેન્દ્રીય મંત્રીઓ સહિત 7 સાંસદો અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજય વર્ગીયને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ કૈલાસ વિજયવર્ગીય તો ચૂંટણી જીત્યા અન 7માંથીકુલ 5 સાંસદો પણ વિધાનસભા પહોંચવામાં સફળ રહ્યા. બે સાંસદો ચૂંટણી હારી ગયા હતા.

ચૂંટણીના પરિણામો બાદ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના રાજકીય ભાવિ અંગે અટકળોએ જોર પકડ્યું હતું. વિધાનસભાની ચૂંટણી જીતનારા નેતાઓ સંસદ કે વિધાનસભાનું સભ્યપદ છોડી દેશે? જો તેઓ સંસદનું સભ્યપદ છોડીને વિધાનસભામાં રહેશે તો નવી સરકારમાં તેમની ભૂમિકા શું હશે?

મધ્ય પ્રદેશમાં મોકલવામાં આવેલા નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ પટેલનું નામ તો મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં પણ ચાલતું હતું. પરંતુ ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે નવા મુખ્યમંત્રી સાથે નવી સરકારના મંત્રીઓની સ્થિતિ પણ સ્પષ્ટ થઇ ગઇ છે.

ભાજપે જે આઠ નેતાઓને દિલ્હીથી મધ્ય પ્રદેશ મોકલ્યા હતા, તમાં 3 કેન્દ્રીય મંત્રીઓ સહિત 7 સાંસદો અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયને પણ ટિકીટ આપવામાં આવી હતી. 7માંથી 5 સાંસદો ચૂંટણી જીત્યા અને 2 હાર્યા હતા. મધ્ય પ્રદેશની ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચનારા 6 નેતાઓમાંથી કોઇ સ્પીકર બન્યું તો કોઇને મોહન યાદવ સરકારમાં કેબિનેટ મંત્રીનું સ્થાન મળ્યું. કેટલાંકને કશું ન મળ્યું

નરેન્દ્ર સિંહ તોમરની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂકેલા તોમરને મધ્ય પ્રદેશના સ્પીકર બનાવી દેવામાં આવ્યા છે. તોમર મધ્ય પ્રદેશની દિમની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.

અટલ બિહારી વાજપેયીથી માંડીને નરેન્દ્ર મોદીની સરકાર સુધી, ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારોમાં મંત્રી રહેલા 5 વખતન સાંસદ પ્રહલાદ પટેલને પણ મોહન યાદવની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન મળ્યું છે. તેઓ નરસિંહપુર સીટથી ચૂંટણી જીત્યા હતા.

મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ રહી ચુકેલા રાકેશ સિંહને પણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. રાકેશ સિંહ જબલપુર લોકસભા સીટથી સાંસદ હતા. તેમણે જબલપુર પશ્ચિમથી વિધાનસભા જીતી હતી.

રાવ ઉદય પ્રતાપ સિંહને પણ મંત્રી બનાવાયા છે. તેઓ હોશંગાબાદ સીટથી સાંસદ હતા અને ગાડરવારા બેઠક પરથી વિધાનસભા જીત્યા હતા.

કૈલાશ વિજયવર્ગીયને પણ મોહન યાદવની સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. કૈલાશ વિજયવર્ગીય અગાઉ ઉમા ભારતી, બાબુલાલ ગૌર અને શિવરાજ સિંહ ચૌહાણની સરકારોમાં મંત્રી રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp